નવસારી/ પુલ નહીં તો મત નહિં સાથે વિરોધ, 2 વર્ષ પહેલા કાવેરી નદીનો પુલ ક્ષતિગ્રસ્ત થયો હતો

નવસારીમાં પુલ નહીં તો મત નહિં સાથે વિરોધ થઈ રહ્યો છે. બે વર્ષ પહેલા ક્ષતિગ્રસ્ત થયેલ પુલનું સમારકામ ના કરી આપતા સ્થાનિકોમાં આક્રોશ જોવા મળ્યો

Top Stories Gujarat Others
Beginners guide to 2024 04 11T154257.774 પુલ નહીં તો મત નહિં સાથે વિરોધ, 2 વર્ષ પહેલા કાવેરી નદીનો પુલ ક્ષતિગ્રસ્ત થયો હતો

નવસારીમાં પુલ નહીં તો મત નહિં સાથે વિરોધ થઈ રહ્યો છે. બે વર્ષ પહેલા ક્ષતિગ્રસ્ત થયેલ પુલનું સમારકામ ના કરી આપતા સ્થાનિકોમાં આક્રોશ જોવા મળ્યો. સ્થાનિકોમાં ચૂંટણી સમયે તંત્ર પર દબાણ લાવતા પુલ નહીં તો મત નહિના બેનર સાથે વિરોધ કરી રહ્યા છે. સ્થાનિકો દ્વારા કાવેરી નદીના ક્ષતિગ્રસ્ત પુલના કામને લઇ વિરોધ જોવા મળ્યો. 2 વર્ષ થવા છતાં પણ ક્ષતિગ્રસ્ત પુલનું કામ પૂર્ણ ના થતા લોકો નારાજ થયા છે. પુલનું કામ મંથર ગતિએ ચાલતા વિરોધ જોવા મળ્યો.

લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાની ગણતરીના દિવસોમાં શરૂઆત થશે. દેશભરમાં અત્યારે ચૂંટણીનો માહોલ છે. ત્યારે પોતાને પડી રહી મુશ્કેલ સમસ્યાને ઉકેલ લાવવા પ્રજા વિવિધ પ્રકારે તંત્રને રજૂઆત કરે છે. સામાન્ય દિવસોમાં સરકારી તંત્ર તરફથી બેજવાબદારીભર્યું વલણ જોવા મળે છે. વિભાગમાં કોઈ પ્રશ્નો સાંભળવા તૈયાર થતું નથી. અત્યારે ચૂંટણીનો માહોલ જામ્યો છે. ત્યારે નવસારીના લોકોએ પણ હવે સરકારસુધી પોતાનો અવાજ પંહોચે માટે આ પ્રયોગ અપનાવ્યો છે. કાવેરી નદી પરના ક્ષતિગ્રસ્ત પુલનું કામ મંથર ગતિએ કામ ચાલતા લોકોમાં આક્રોશ જોવા મળતા પુલ નહી તો મત નહી સાથે વિરોધનો આરંભ કર્યો છે. પ્રચારમાં વ્યસ્ત તંત્ર પ્રજાનો અવાજ સાંભળશે કે કેમ?


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સોનગઢ નજીક ઝાડ સાથે કાર અથડાતા અકસ્માત, બાળકી સહિત ત્રણ લોકોના મોત

આ પણ વાંચોઃ Weather News/ગુજરાતમાં માવઠું, જાણો ક્યારે કમોસમી વરસાદ પડશે

આ પણ વાંચોઃ Board result/બોર્ડની પરીક્ષાનું પરિણામ વહેલા જાહેર થાય તેવી સંભાવના

આ પણ વાંચોઃ Social Problem/સેશન્સ કોર્ટનો અનોખો આદેશઃ માતા બાળકોને ઓનલાઇન જ મળી શકશે