ક્રાઈમ/ નરાધમ શિક્ષકે ઈનસ્ટાગ્રામમાં વિદ્યાર્થીનીને ફસાવી આચર્યું દુષ્કર્મ

ગુરૂ-શિષ્યના પવિત્ર સંબંધને કલંકિત કરતી વધુ એક ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. ધોરણ નવની વિદ્યાર્થિનીને શિક્ષકે ઈનસ્ટાગ્રામમાં ફસાવી 3 વખત દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે.

Gujarat Rajkot
YouTube Thumbnail 2023 11 11T134646.552 નરાધમ શિક્ષકે ઈનસ્ટાગ્રામમાં વિદ્યાર્થીનીને ફસાવી આચર્યું દુષ્કર્મ
  • રાજકોટમાં શિક્ષણ જગતને શર્મશાર કરતી ઘટના
  • ધો.9ની વિદ્યાર્થીની સાથે શિક્ષકે આચર્યું દુષ્કર્મ
  • સો.મિડીયામાં ફસાવી 3 વખત આચર્યું દુષ્કર્મ
  • વિદ્યાર્થિનીને ઘરે લઈ જઈ આચરતો હતો દુષ્કર્મ

Rajkot News: ગુરૂ-શિષ્યના પવિત્ર સંબંધને કલંકિત કરતી વધુ એક ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. ધોરણ નવની વિદ્યાર્થિનીને શિક્ષકે ઈનસ્ટાગ્રામમાં ફસાવી 3 વખત દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. વિદ્યાર્થિનીને મળવાના બહાને ઘરે લઈ જઈ શિક્ષક દુષ્કર્મ આચરતો હતો. યુનિવર્સિટી પોલીસ દ્વારા મૂળ જામકંડોરણાના દળવી ગામનો અને હાલ રાજકોટ રહેતા આરોપી અભિષેક પંડયાની ધરપકડ કરી છે.જ્યારે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ શિક્ષકના બે માસ બાદ લગ્ન હતા તેના પહેલા તેને આ પ્રકારનું પોતપ્રકાશના સમગ્ર પંથકમાં ફિટકાર વસ્યો છે.

મળતી માહિતી અનુસાર, ધો.9માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની તેના ઘરેથી માતાને ફલેટમાં નીચે ફટાકડા ફોડવા જવાનું કહી નીકળ્યા બાદ માતા નીચે ગયા ત્યારે પુત્રી જોવા ન મળતા શોધખોળ હાથ ધરી હતી પરંતુ તેનો કોઇ પતો ન લાગતા પોલીને જાણ કરવામાં આવતા યુનિવર્સિટી પોલીસે સગીરાના માતાની ફરીયાદ પરથી અજાણ્યા શખ્સ સામે અપહરણનો ગુનો નોંધી તપાનો ધમધમાટ શરૂ કર્યો હતો.

 પરિવારના અન્ય સભ્યો સાથે શોધખોળ કર હતી પણ કોઈ ભાળ નહી મળતા યુનિવર્સિટી પોલીસ મથકમાં તેની સગીર વયની પુત્રીનું અજાણ્યો આરોપી અપહરણ કરી નાસી છુટયાની ફરિયાદ નોંધાવી હતી. જે મામલે પી.આઇ બી.પી. રજયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ રત્ન, પીએસઆઇ ભરવાડ સહિતના એ પોતાની જુદી જુદી ટીમ દ્વારા તપાસ હાથ ધરી હતી.

પ્રાથમિક તપાસમાં આરોપી શિક્ષક અભિષેક પંડયા નચિકેતા સ્કૂલમાં છ માસથી સંસ્કૃત અને ગુજરાતી વિષય ભણાવતો હતો. અગાઉ તે ન્યારા પાટીયા પાસે આવેલી સ્કૂલમાં નોકરી કરતો હોવાનું જાણવા મળ્યું છે. લંપત શિક્ષકે સગીર છાત્રાને પ્રેમજાળમાં ફસાવી અપહરણ કરી દુષ્કર્મ ગુજાર્યીનું ખૂલતા પોલીસે દુષ્કર્મ અને પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કરવા તજવીજ હાથ ધરી છે. બીજી તરફ ગુરૂ-શિષ્યના સંબંધને શર્મસાર કરનાર લંપટ શિક્ષક સામે લોકો ફીટકાર વરસાવી રહ્યા છે. અને આકરી સજા કરવાની માગ ઉઠી છે.


whatsapp ad White Font big size 2 4 નરાધમ શિક્ષકે ઈનસ્ટાગ્રામમાં વિદ્યાર્થીનીને ફસાવી આચર્યું દુષ્કર્મ


આ પણ વાંચો:લાલપુરના મોડપર ગામમાં બે સગી બહેનોના અપહરણ, પરિવારની ચિંતામાં વધારો

આ પણ વાંચો:SMCની બેદરકારીથી મહિલાઓને ભારે હાલાકી, જાહેરાત બાદ પણ લાભ ન મળતા ભારે રોષ

આ પણ વાંચો:ડોક્ટર યુવતી સાથે પહેલા દુષ્કર્મ અને પછી વીડિયો વાયલર કરવાની ધમકી આપી કર્યું આવું કામ…

આ પણ વાંચો:સુરતમાં યોજાયો અનોખો દિવાળી સ્નેહમિલન સમારોહ