Not Set/ અમદાવાદમાં ધીમીધારે વરસાદ, આગામી 5 દિવસમાં ભારે વરસાદની આગાહી

સમગ્ર રાજ્ય સહિત અમદાવાદમાં વરસાદી માહોલ સર્જાયો ત્યારે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો. જુહાપુરા, સરખેજ, શિવરંજનીમાં રીમઝીમ વરસાદ વરસ્યો અને નારોલ, ખોખરા, ઓઢવમાં પણ મેઘરાજા પર્ધાયા હતા. સમગ્ર શહેરમાં વરસાદથી વાતાવરણમાં પ્રસરી ઠંડક હતી. ત્યારે અમદાવાદ સહિત વડોદરામાં પણ અચાનક મેઘરાજાની એન્ટ્રી થઇ હતી. ત્યારે બફારાથી ત્રસ્ત શહેરીજનોમાં આનંદનો માહોલ છવાયો હતો. મળતી માહિતી મુજબ […]

Top Stories Gujarat Trending Videos
rain અમદાવાદમાં ધીમીધારે વરસાદ, આગામી 5 દિવસમાં ભારે વરસાદની આગાહી

સમગ્ર રાજ્ય સહિત અમદાવાદમાં વરસાદી માહોલ સર્જાયો ત્યારે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો. જુહાપુરા, સરખેજ, શિવરંજનીમાં રીમઝીમ વરસાદ વરસ્યો અને નારોલ, ખોખરા, ઓઢવમાં પણ મેઘરાજા પર્ધાયા હતા.

સમગ્ર શહેરમાં વરસાદથી વાતાવરણમાં પ્રસરી ઠંડક હતી. ત્યારે અમદાવાદ સહિત વડોદરામાં પણ અચાનક મેઘરાજાની એન્ટ્રી થઇ હતી. ત્યારે બફારાથી ત્રસ્ત શહેરીજનોમાં આનંદનો માહોલ છવાયો હતો. મળતી માહિતી મુજબ આગામી 5 દિવસમાં ભારે વરસાદની આગાહી છે.

આ ઉપરાંત દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્યગુજરાતમાં પણ વરસાદ શરૂ થયો છે. ખેતીલાયક વરસાદ પડવાની આગાહીના પગલે ખેડૂતોમાં પણ આનંદની લાગણી છવાઇ છે. ત્યારે વડોદરા સહિત નવસારીમાં પણ વરસાદ વરસ્યો હતો. ગત રાતથી ભારે વરસાદને પગલે રસ્તાઓ પાણી-પાણી થયા હતા અને ત્યારબાદ રીમઝીમ વરસાદ વરસ્યો.

વલસાડની વાત કરીએ તો વલસાડ જિલ્લામાં દહાણું, પાલઘર, બોઈસર,વસઈ, વિરાર જેવા વિસ્તારોમાં હજુ પણ વરસાદ પડી રહ્યો છે. વરસાદનું જોર થોડું ઘટ્યું જરૂર છે..પરંતુ રેલવે ટ્રેક પર પાણી હજુ થોડા ભરાયેલ જોવા મળી રહ્યા છે.