એન્કાઉન્ટર/ અવંતીપોરામાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ એક આતંકીને કર્યો ઠાર

પુલવામા જિલ્લાના અવંતીપોરામાં એક આતંકવાદીને ઠાર કરવામાં સફળતા મેળવી છે. જમ્મુ-કાશ્મીર પોલીસે આ જાણકારી આપી હતી.

Top Stories India
10 16 અવંતીપોરામાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ એક આતંકીને કર્યો ઠાર

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળો સતત આતંકવાદીઓના નાપાક મનસૂબોને નિષ્ફળ બનાવી રહ્યા છે. આ મામલે સુરક્ષા દળોએ દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના અવંતીપોરામાં એક આતંકવાદીને ઠાર કરવામાં સફળતા મેળવી છે. જમ્મુ-કાશ્મીર પોલીસે આ જાણકારી આપી હતી.

 પોલીસ અને સુરક્ષા દળોની સંયુક્ત ટીમે તે વિસ્તારને ઘેરી લીધો જ્યાં આતંકવાદીઓ હાજર હતા અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું. અધિકારીઓએ જણાવ્યું હતું કે દક્ષિણ કાશ્મીરના અવંતીપોરા ઉપ-જિલ્લાના ચારસુ ગામમાં આતંકવાદ વિરોધી ઓપરેશન દરમિયાન સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું.

સુરક્ષા દળોએ છુપાયેલા આતંકવાદીઓને જોયા કે તરત જ તેઓએ સુરક્ષા દળોના જવાનો પર ગોળીબાર શરૂ કરી દીધો,” તેમણે કહ્યું. જે બાદ એન્કાઉન્ટર શરૂ થયું હતું. એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં એક આતંકી માર્યો ગયો છે.પોલીસ અને સુરક્ષા દળો આતંકીઓને પકડવાનો પ્રયાસ કરી રહ્યા છે.