Not Set/ તાલિબાન આતંકી સંગઠનને અમે અફઘાનિસ્તાનની નવી સરકાર તરીકે માન્યતા નહી આપીએઃ કેનેડા

અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસનની શરૂઆત થઇ ચુકી છે. જે બાદથી વિશ્વનાં ઘણા દેશ તેના પર પ્રતિક્રિયા આપી રહ્યા છે.

Top Stories World
તાલિબાન

અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસનની શરૂઆત થઇ ચુકી છે. જે બાદથી વિશ્વનાં ઘણા દેશ તેના પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક તરફ બ્રિટેનને તાલિબાન વિરૂદ્ધ એક્શન લેવાની વાત કરી છે તે બીજી તરફ કેનેડાએ અફઘાનિસ્તાનમાં તાલિબાની શાસનને લઇને પોતાની પ્રતિક્રિયા સ્પષ્ટ કરી છે.

1 179 તાલિબાન આતંકી સંગઠનને અમે અફઘાનિસ્તાનની નવી સરકાર તરીકે માન્યતા નહી આપીએઃ કેનેડા

આ પણ વાંચો – તાલિબાનના સંકટ વચ્ચે / અફઘાનિસ્તાનના ઉપરાષ્ટ્રપતિ અમરૂલ્લાહ સાલેહે પોતાને કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે જાહેર કર્યા

અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ કબ્ઝો મેળવ્યા બાદ પ્રથમ પત્રકાર પરિષદમાં તાલિબાને વિશ્વ સમુદાયને ખાતરી આપવાનો પ્રયાસ કર્યો હતો કે તેઓ દેશમાં શાંતિપૂર્ણ સરકાર ચલાવવા માંગે છે, મહિલાઓને શરિયા કાયદા હેઠળ તેમના અધિકારો આપવા, તેમને પુરુષો સાથે કામ કરવાની સ્વતંત્રતા આપવામાં આવશે. વળી એવું પણ કહેવામાં આવ્યું છે કે અમે કોઈ પણ પ્રકારનો બદલો ઈચ્છતા નથી. જો કે હવે કેનેડાની સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે તે તાલિબાનને અફઘાનિસ્તાનમાં નવી સરકાર તરીકે માન્યતા નહીં આપે. કેનેડાનાં વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કહ્યું કે, તાલિબાનોએ એક ચૂંટાયેલી સરકારને ઉથલાવીને બળજબરીથી સત્તા કબ્ઝે કરી છે. તાલિબાનને નવી અફઘાન સરકાર તરીકે માન્યતા આપવાની અમારી કોઈ યોજના નથી. કેનેડાનાં કાયદા હેઠળ તાલિબાન આતંકવાદી સંગઠન છે. અત્યારે અમારું ધ્યાન અફઘાનિસ્તાનમાંથી લોકોને બહાર કાઠવા પર છે અને તાલિબાનને એ વાતની સુનિશ્ચિત કરવી પડશે કે લોકો એરપોર્ટ પર આવી શકે.

1 180 તાલિબાન આતંકી સંગઠનને અમે અફઘાનિસ્તાનની નવી સરકાર તરીકે માન્યતા નહી આપીએઃ કેનેડા

આ પણ વાંચો – અફઘાનિસ્તાન / આ 5 ખૂંખાર ચલાવશે તાલિબાન સરકાર, કોઈ આત્મઘાતી હુમલાનો માસ્ટર માઇન્ડ તો કોઈ છે મહિલા અધિકારોના દુશ્મન છે

કેનેડાનાં પીએમે કહ્યું કે, 20 વર્ષ પહેલા જ્યારે તાલિબાનોએ અફઘાનિસ્તાન પર કબ્ઝો કર્યો હતો, તે સમયે પણ કેનેડાએ તાલિબાનને અફઘાનિસ્તાનની સરકાર તરીકે સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. રવિવારે જ્યારે અફઘાનિસ્તાનનાં રાષ્ટ્રપતિ અશરફ ગનીએ દેશ છોડ્યો ત્યારે તાલિબાન કાબુલમાં ઘુસી ગયું અને તેનો કબ્ઝો મેળવ્યો હતો, એટલું જ નહીં તાલિબાન લડવૈયાઓએ રાષ્ટ્રપતિ મહેલ પર પણ કબ્ઝો કર્યો અને અહીં પાર્ટી કરી હતી. તાલિબાને અફઘાનિસ્તાનમાં પોતાની જીતને પણ જાહેર કરી હતી.