Not Set/ ડોક્ટરની સલાહ- Omicron થી બચવા માંગો છો તો પહેરો આ પ્રકારનાં Mask

આરોગ્ય નિષ્ણાતો અને વૈજ્ઞાનિકો દ્વારા નિર્દેશ કરવામાં આવી રહ્યો છે કે આપણે સામાન્ય રીતે જે કાપડનાં માસ્કનો ઉપયોગ કરીએ છીએ તે હવે અસરકારક રહેશે નહીં.

Top Stories Health & Fitness Lifestyle
ફેસ માસ્ક

વિશ્વમાં કોરોનાનાં કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. કોરોનાનો નવો વેરિઅન્ટ Omicron પણ આજે વિશ્વમાં મોટા ભાગનાં દેશ સુધી પહોંચી ગયો છે. આ Omicron વેરિઅન્ટ હવે વિશ્વભરમાં નિયંત્રણની બહાર છે. આરોગ્ય નિષ્ણાતો અને વૈજ્ઞાનિકો દ્વારા તે નિર્દેશ કરવામાં આવી રહ્યો છે કે આપણે સામાન્ય રીતે જે કાપડનાં માસ્કનો ઉપયોગ કરીએ છીએ તે હવે અસરકારક રહેશે નહીં.

આ પણ વાંચો – મહિલાના વાળમાં થૂંકવાના મામલે / હેર સ્ટાઇલિસ્ટ જાવેદ હબીબે સોશિયલ મીડિયા માધ્યમથી વિવાદ પર માફી માંગી,જુઓ વીડિયો

ડોકટર્સ હવે સિંગલ લેયર ક્લોથ માસ્કને બદલે ઓછામાં ઓછા બે કે ત્રણ લેયર માસ્કનો ઉપયોગ કરવાની સલાહ આપી રહ્યા છે. ઓમિક્રોન સામે રક્ષણ આપવા માટે, ડોકટર્સ હવે ઓમિક્રોનથી બચવા માટે સર્જીકલ માસ્ક સાથે કપડાનો માસ્ક અથવા વધુ અસરકારક રીતે શ્વસન પ્રક્રિયા થઇ શકે તેવા માસ્ક પહેરવાનું કહી રહ્યા છે. સ્પાઇક પ્રોટીનમાં અનન્ય પરિવર્તનને કારણે ઓમિક્રોન અત્યંત ચેપી છે, અને તેની સામે રક્ષણ મેળવવા માટે કોઈપણ ખચકાટ એ મુસિબતને આવકારઓ આપવા બરોબર છે. યુએસ સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) ની માર્ગદર્શિકા અનુસાર, બે વર્ષ કે તેથી વધુ ઉંમરનાં લોકો, ‘કપડાનાં બહુવિધ સ્તરો સાથે કાપડનાં માસ્ક નીચે એક ડિસ્પોસેબલ માસ્ક પહેરે. બીજા માસ્કમાં અંદરનાં માસ્કને ચહેરા અને દાઢીની બાજુઓ પર દબાવી રાખવા જોઈએ. તેમણે એમ પણ કહ્યું છે કે, ફરીથી વાપરી શકાય તેવા માસ્ક ગંદા થયા પછી તુરંત અથવા દિવસમાં ઓછામાં ઓછા એક વખત ધોવા જોઈએ. ડિસ્પોસેબલ ફેસ માસ્ક એકવાર પહેર્યા પછી તેને ફેંકી દો.

આ પણ વાંચો – કોરોનાની અસર / કોરોનાનાં કેસ વધતા હવાઈ મુસાફરીને અસર, રાજકોટથી મુંબઈ જતા યાત્રીઓ રાખે આ વાતનું ખાસ ધ્યાન

છેલ્લા બે વર્ષમાં જ્યારે કોવિડનાં બે લહેરોને કારણે વિશ્વભરમાં N95 માસ્કની અછત હતી, ત્યારે નિષ્ણાતોએ સામાન્ય લોકોને કપડાનાં માસ્ક પહેરવાની સલાહ આપી હતી. આની પાછળનો વિચાર તમને તમારા નાક અથવા મોંઢામાંથી વાયરસને જતા અટકાવવા માટે સુરક્ષા આપવાનો હતો. જો કે, એકલા કપડાનાં માસ્ક તમને ખતરનાક ઓમિક્રોન વાયરસથી સુરક્ષિત રાખી શકશે નહીં જેણે હવે કહેર વરસાવવાની શરૂઆત કરી દીધી છે. તેથી, આ વાયરસ સામે રક્ષણ મેળવવા માટે ફક્ત કાપડનાં માસ્ક પર આધાર રાખવો યોગ્ય નથી.