અફઘાનિસ્તાન/ તાલિબાન સામે હવે બ્રિટન મોટું પગલું ભરવા તૈયાર, લેશે આ પગલા

અફઘાનિસ્તાનમાં આતંક મચાવી રહેલા તાલિબાન સામે હવે બ્રિટન મોટું પગલું ભરવા જઈ રહ્યું છે. યુકેનાં વિદેશ મંત્રી ડોમિનિક રાબે સંકેત આપ્યા છે.

Top Stories World
1 175 તાલિબાન સામે હવે બ્રિટન મોટું પગલું ભરવા તૈયાર, લેશે આ પગલા

અફઘાનિસ્તાનમાં આતંક મચાવી રહેલા તાલિબાન સામે હવે બ્રિટન મોટું પગલું ભરવા જઈ રહ્યું છે. યુકેનાં વિદેશ મંત્રી ડોમિનિક રાબે સંકેત આપ્યા છે કે ટૂંક સમયમાં યુકે સરકાર તાલિબાન સામે મોટી કાર્યવાહી કરવા જઈ રહી છે. તેમણે કહ્યું કે, યુકે સરકાર તાલિબાનને યોગ્ય જવાબ આપવા માટે તેના તમામ સંસાધનોનો ઉપયોગ કરશે.

1 176 તાલિબાન સામે હવે બ્રિટન મોટું પગલું ભરવા તૈયાર, લેશે આ પગલા

આ પણ વાંચો – તાલિબાનના સંકટ વચ્ચે / અફઘાનિસ્તાનના ઉપરાષ્ટ્રપતિ અમરૂલ્લાહ સાલેહે પોતાને કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે જાહેર કર્યા

અફઘાનિસ્તાન પર તાલિબાનનાં કબ્ઝા અંગે ડોમિનિક રાબે જણાવ્યું હતું કે, “અફઘાનિસ્તાન પર સેક્રેટરી એન્ટોની બ્લિન્કેન સાથે ઉપયોગી ચર્ચા કરવામાં આવી છે. અમારી તાત્કાલિક પ્રાથમિકતા છેલ્લા 20 વર્ષોમાં અમારા નાગરિકો અને અમારા કાર્યને ટેકો આપનાર લોકોની સલામતી સુનિશ્ચિત કરવાની છે. ” તેમણે ઉમેર્યું, “અમે અફઘાનિસ્તાનને આતંકવાદી ગ્રુપનાં આધાર તરીકે ઉપયોગમાં લેવાથી રોકવા માટે આંતરરાષ્ટ્રીય સંકલનની જરૂરિયાત અને અફઘાન લોકોની દુર્દશાને દૂર કરવા માટે એક વ્યાપક અભિગમ પર પણ ચર્ચા કરી.” બીજી બાજુ, જ્યારે વિદેશી મીડિયા દ્વારા પૂછવામાં આવ્યું કે યુકે તાલિબાનને યોગ્ય જવાબ કેવી રીતે આપશે, તે તેના જવાબમાં ડોમિનિક રાબે કહ્યું, “અમે અમારા ભાગીદારો સાથે વાત કરીશું, પછી તાલિબાન પર પ્રતિબંધ મુકીશું. તેમજ અફઘાનિસ્તાનને તમામ વિકાસ સહાય પર પ્રતિબંધ લગાવી દેવામાં આવશે.” મને લાગે છે કે તે એક સારી યોજના છે.”

1 177 તાલિબાન સામે હવે બ્રિટન મોટું પગલું ભરવા તૈયાર, લેશે આ પગલા

આ પણ વાંચો – અફઘાનિસ્તાન / આ 5 ખૂંખાર ચલાવશે તાલિબાન સરકાર, કોઈ આત્મઘાતી હુમલાનો માસ્ટર માઇન્ડ તો કોઈ છે મહિલા અધિકારોના દુશ્મન છે

બ્રિટિશ મીડિયા અનુસાર, યુકેનાં વિદેશ મંત્રીએ એમ પણ કહ્યું કે, “અમે જે કાર્યવાહી કરીએ છીએ તેમાં તમામ પ્રકારનાં નાણાકીય માધ્યમોનો સમાવેશ થાય છે. હવે તે તાલિબાન પર નિર્ભર છે કે તેઓ તેનાથી કેટલા અસરગ્રસ્ત થાય છે.” મીડિયા દ્વારા પૂછવામાં આવ્યું કે યુકેએ તાલિબાન સામે આગળ શું કાર્યવાહી કરવી જોઈએ, તેમણે કહ્યું, “અમને ખબર નથી કે તાલિબાન આગળ શું કરવા જઈ રહ્યું છે. જો ખબર છે તો અમે ચોક્કસપણે કાર્યવાહી કરીશું.” આપને જણાવી દઈએ કે, બ્રિટનનાં વિદેશ મંત્રીએ સ્પષ્ટપણે કહ્યું હતું કે તાલિબાન અફઘાનિસ્તાનને પકડવા માટે ઝડપથી આગળ વધી રહ્યું છે. જે રીતે તે આગળ વધી રહ્યુ હતુ તેની કોઈને કલ્પના પણ નહોતી. તેમણે સ્પષ્ટ કર્યું છે કે અફઘાનિસ્તાન પર કબ્ઝો હોવા છતાં બ્રિટનનો તાલિબાન સાથે કોઈ સંબંધ નથી, કારણ કે તેણે માનવાધિકારનાં ધોરણોનું ઉલ્લંઘન કર્યું છે.