Not Set/ ફરી વાવાઝોડુ !!! અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય, ખેડૂત ચિંતિત

અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્કુલેશન સક્રિય 13 અને 14 તારીખે પડશે સામાન્ય વરસાદ ઉ.ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પડશે હળવો વરસાદ 3 દિવસ બાદ કચ્છ અને બનાસકાંઠામાં પડશે વરસાદ 15 નવેમ્બર બાદ ઠંડીની શરૂઆત થવાની શકયતા સૌથી લાંબા ચાલેલા આને લગભગ 40 દિવસ વધું  સક્રિય રહેલા ચોમાસું ગુજરાતમાંથી જાણે જાવાનું નામ ન લઇ રહ્યું હોય તેમ ફરી ગુજરાતનાં […]

Top Stories Gujarat Others
varshad ફરી વાવાઝોડુ !!! અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય, ખેડૂત ચિંતિત
  • અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્કુલેશન સક્રિય
  • 13 અને 14 તારીખે પડશે સામાન્ય વરસાદ
  • ઉ.ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પડશે હળવો વરસાદ
  • 3 દિવસ બાદ કચ્છ અને બનાસકાંઠામાં પડશે વરસાદ
  • 15 નવેમ્બર બાદ ઠંડીની શરૂઆત થવાની શકયતા

સૌથી લાંબા ચાલેલા આને લગભગ 40 દિવસ વધું  સક્રિય રહેલા ચોમાસું ગુજરાતમાંથી જાણે જાવાનું નામ ન લઇ રહ્યું હોય તેમ ફરી ગુજરાતનાં સમુદ્રમાં અટલે કે, અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન ફરી સક્રિય થયું છે. હજુ તો માહા વાવાઝોડાનાં ભયનાં ઓથાર એસર્યાને આંગણીનાં વેઢે ગણાય તેટલા દિવસો જ થયા છે, ત્યારે ફરી એજ અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થઇ ગયું છે.

રાજ્યમાં હજુ પણ વરસાદી વાતાવરણ યથાવત્ છે. ત્યારે અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું હોવાનું હવામાન વિભાગ દ્વારા જાણવામાં આવી રહ્યું છે. અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય તવાનાં પગલે આગામી તારીખ 13 અને 14ના રોજ સામાન્ય વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ વરસી શકે છે. ત્રણ દિવસ બાદ કચ્છ અને બનાસકાંઠામાં પણ વરસાદ પડી શકે છે. તો 15 નવેમ્બર બાદ ઠંડીની શરૂઆત થાય તેવી શક્યતા સેવાઈ રહી છે.

ગુજરાતનાં યાર્ડોમાં જ્યારે વિપુલ પ્રમાણમાં કપાસ અને મગફળી તેમજ અન્ય પાકોની આવક શરૂ થઇ ગઇ છે અને લાખો મણ કપાસ, મગફળી જ્યારે યાર્ડનાં ખુલ્લા મેદાનોમાં છે ત્યારે હવામાન વિભાગની આવી આગાહીથી ખેડૂત ચિંતાતુર જોવામાં આવી રહ્યો છે. જોકે, ગુજરાત હવાામાન વિભાગનાં ડાયરેક્ટર જયંત સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાથી હાલ માત્ર હળવા વરસાદની જ વકી છે.

જુઓ સમગ્ર અહેવાલ………..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.