Not Set/ સુરત/ જવેલર્સના સ્ટાફની નજર ચૂકવીને આ અજાણી મહિલા ચોરી કરતા CCTVમાં કેદ

સુરતમાં નાના વરાછા વિસ્તારમાં આવેલી એક જવેલર્સની દુકાનમાં ચોરી થઇ હોવાની ઘટના બની હતી. દુકાનમાં એક અજાણી મહિલા આવી હતી અને ચોરી કરીને ફરાર થઇ ગઇ હતી. જવેલર્સના સ્ટાફની નજર ચૂકવીને આ અજાણી મહિલા એક બ્રેસલેટની ચોરી કરી હતી. જો કે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી.  જેને આધારે પોલીસે ગુનો નોંધીને તપાસ […]

Gujarat Surat
WhatsApp Image 2019 11 11 at 1.40.31 PM સુરત/ જવેલર્સના સ્ટાફની નજર ચૂકવીને આ અજાણી મહિલા ચોરી કરતા CCTVમાં કેદ

સુરતમાં નાના વરાછા વિસ્તારમાં આવેલી એક જવેલર્સની દુકાનમાં ચોરી થઇ હોવાની ઘટના બની હતી. દુકાનમાં એક અજાણી મહિલા આવી હતી અને ચોરી કરીને ફરાર થઇ ગઇ હતી. જવેલર્સના સ્ટાફની નજર ચૂકવીને આ અજાણી મહિલા એક બ્રેસલેટની ચોરી કરી હતી. જો કે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી.  જેને આધારે પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.

 સુરતના નાના વરાછા સ્થિત શ્રી હરિ જવેલર્સ નામની સોનાના દાગીના ની દુકાનમાં એક અજાણી મહિલાએ ચોરી કરતા સરથાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે જે સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ થઈ જવા પામી હતી

સુરત શહેરમાં ચોરી ની ઘટના માં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે વધી એક ઘટના સુરતમાં સરથાણા વિસ્તારમાં બનવા પામી છે સુરતના નાના વરાછા વિસ્તારમાં આવેલ શ્રી હરિ જેવલર્સ માં એક અજાણી મહિલા સોનાના બ્રેસલેટ ની ચોરી કરી નાસી ગઈ હતી.

અજાણી મહિલા ગ્રાહકો ની સંખ્યા વધારે હોય તે સમયે આવે છે અને નજર ચૂકવી ચોરી કરી ફરાર થઈ જાય છે.  સૌ પ્રથમ વખત આ મહિલા આવે છે પરંતુ તે સમયે ચોરીને અંજામ આપી શકતી નથી અને ત્યારબાદ મોકો જોઈને ફરી એક વખત આ મહિલા આવે છે અને જવેલર્સ ના સ્ટાફ ની નજર ચૂકવી એક બાદ એક બ્રેસલેટ બતાવના બહાને સોનાનું એક લાખથી વધુની કિંમત નું બ્રેસલેટ સ્ટાફ ની નજર ચૂકવી ચોરી કરે છે અને સ્ટાફની નજર થી બચીને ભાગી છૂટે છે આ સમગ્ર ચોરી ની ઘટના સીસીટીવી માં કેદ થઈ જાવા પામે છે

ચોરીની ઘટના બન્યા બાદ જ્યારે જોખમ મેળવવામાં આવ્યું ત્યારે ચોરી થઈ,  હોવાનું માલુમ પડ્યું હતું અને દુકાનદારે સીસીટીવી ચેક કરતા સમગ્ર ઘટના માલુમ પડી હતી.આ સમગ્ર ઘટનામાં દુકાનદારે સીસીટીવી ના આધારે સરથાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી અને સરથાણા પોલીસે અજાણી મહિલા વિરુદ્ધ ગુનો નોંધી શોધખોળ હાથ ધરી હતી.  આ સમગ્ર ગુનામાં પોલીસે મહિલા ક્યાં રહે છે કઈ ગાડી અથવા ક્યાં વાહન માં આવી હતી તે સમગ્ર બાબતે તાપસ શરૂ કરી હતી અને તાત્કાલિક ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.