સુરેન્દ્રનગર/ શહેરની શિક્ષણ જગતને કલંકિત કરતી ઘટના પોલીસ ફરિયાદને દોઢ મહિનો વિતવા છતાં પણ કાર્યવાહી ન થઇ

મારી દીકરીને ટ્યૂશન ક્લાસીસ ચલાવતો શિક્ષક ભગાડી ગયો છે, એ જીવે છે કે મરી ગઇ એ પણ ખબર નથી, મારી દીકરીને પરત લાવો

Gujarat
Untitled 81 7 શહેરની શિક્ષણ જગતને કલંકિત કરતી ઘટના પોલીસ ફરિયાદને દોઢ મહિનો વિતવા છતાં પણ કાર્યવાહી ન થઇ

સુરેન્દ્રનગરમાં વિશ્વાસ ટ્યૂશન ક્લાસિસમાં ટ્યુશન લેવા જતી 17 વર્ષીય વિદ્યાર્થીનીને સુનિલ દાવડા નામનો શિક્ષક લગ્ન કરવાના બહાને ભગાડી જતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. આ બનાવ બાદ પોલીસ ફરિયાદને દોઢ મહિનો વિતવા છતાં ન્યાય માટે માતા-પિતા વલખાં મારી રહ્યાં છે. લાચાર માતા-પિતા ન્યાય માટે રડી રહ્ય‍ાં છે. ન્યાય માટે રઝળપાટ કરતા દિકરીના માતા-પિતા પોલીસ કામગીરી ન કરતી હોવાના આક્ષેપો પણ વિદ્યાર્થીનીના માતા પિતાએ કર્યા હતા. શિક્ષણ ક્ષેત્રને લાંછન લગાવતો વધુ એક કિસ્સો સુરેન્દ્રનગરમાં બનતા વાલીઓમાં રોસની સાથે ચિંતાની લાગણી પ્રસરી જવા પામી છે.

આ  પણ   વાંચો:અમદાવાદ /  અમદાવાદમાં યોજાનાર ફ્લાવર શો,શું બનશે ત્રીજી લહેર નો ખતરો…

‘મારી 17 વર્ષની દિકરીને ટ્યૂશન ક્લાસીસ ચલાવતો શિક્ષક ભગાડીને લઇ ગયો છે. એ જીવે છે કે મરી ગઇ છે એની પણ મને ખબર નથી. વિશ્વાસ ટ્યૂશન ક્લાસિસનો સુનિલ દાવડા નામનો શિક્ષક મારી દિકરીને ભગાડી ગયો છે. હજી સુધી એની કોઇ ભાળ મળી નથી. હું બધાને પગે લાગીને વિનંતી કરૂ છુ કે, મારી દિકરીને મારી પાસે હાજર કરો’ આ શબ્દો વિદ્યાર્થીનીની માતાના છે. સુરેન્દ્રનગરની 17 વર્ષની વિદ્યાર્થીનીને લંપટ શિક્ષક ભગાડી જતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. જ્યારે પોલીસ ફરિયાદને દોઢ મહિનો વિતવા છતાં પણ કાર્યવાહી ન થતાં સગીરાના માતા-પિતા ન્યાય માટે રઝળી રહ્યાં છે.

આ  પણ  વાંચો:અમદાવાદ /  AMC દ્વારા આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત નવું અભિયાન શરૂ કરાયું.

થોડા સમય અગાઉન ચોટીલામાં એક લંપટ શિક્ષખ વિદ્યાર્થીનીને ભગાડી ગયો હતો. જે ઘટનાની હજુ શાહી સુકાઇ નથી. ત્યાં જ શિક્ષણ જગતને કલંકિત કરતો વધુ એક કિસ્સો સુરેન્દ્રનગર શહેરમાંથી સામે આવ્યો છે.