Ahmedabad-Heart attack/ અમદાવાદમાં 28 વર્ષીય યુવાન રવિ પંચાલનું ગરબે ઘૂમતા-ઘૂમતા મોત

અમદાવાદમાં ગરબે રમતા-રમતા યુવકનું હાર્ટ એટેકથી મોત થયું છે. વટવાના રવિ પંચાલ નામના યુવાનનું હાર્ટએટેકથી મોત થાય છે. યુવકના મોતનું પ્રાથમિક તારણ હાર્ટએટેકથી થયુ હોવાનું મનાય છે.

Top Stories Ahmedabad Gujarat
Ahmedabad Heartattack અમદાવાદમાં 28 વર્ષીય યુવાન રવિ પંચાલનું ગરબે ઘૂમતા-ઘૂમતા મોત

અમદાવાદઃ અમદાવાદમાં ગરબે રમતા-રમતા યુવકનું હાર્ટ એટેકથી મોત થયું છે. વટવાના રવિ પંચાલ નામના યુવાનનું હાર્ટએટેકથી મોત થાય છે. યુવકના મોતનું પ્રાથમિક તારણ હાર્ટએટેકથી થયુ હોવાનું મનાય છે.

મૃતક રવિ પંચાલ હાથીજણ સર્કલ પાસે વૃંદાવન પાર્ટી પ્લોટમાં ગરબા ગાતો હતો. 28 વર્ષીય રવિ પંચાલને પાર્ટી પ્લોટમાં ગરબા ગાતા-ગાતા અચાનક છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો અને તે ઢળી પડ્યો હતો. પછી તાત્કાલિક 108 બોલાવી તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ડોક્ટરોના પ્રયાસ છતાં યુવકનો જીવ બચાવી શકાયો ન હતો અને તેનું હાર્ટએટેકથી મોત થયું હોવાનું પ્રાથમિક તારણ છે. આશ્ચર્યની વાત એ છે કે પાર્ટી પ્લોટોમાં 108ની એમ્બ્યુલન્સ રાખવામાં આવી હોવા છતાં પણ તે યુવકનો જીવ બચાવવામાં નિષ્ફળતા મળી હતી.

ઉલ્લેખનીય છે કે આ વખતે અમદાવાદના પાર્ટી પ્લોટોએ યુવાનોને આવતા હાર્ટએટેકને ધ્યાનમાં રાખીને એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા કરી છે. પણ હાર્ટએટેક સામે તેનું પણ કશું ચાલ્યું ન હતું. આમ હાર્ટએટેકના વધતા જતા બનાવના લીધે રાજ્યના આરોગ્ય નિષ્ણાતો ચિંતિત થઈ ઉઠ્યા છે. સરકારના આરોગ્ય વિભાગે પણ આ અંગે સઘન ચિંતાની લાગણી વ્યક્ત કરી છે અને આ પ્રકારના દરેક કિસ્સાનો ટ્રેક રાખીને તેના પર ધ્યાન આપવામાં આવી રહ્યા હોવાનું જણાવ્યું છે.


whatsapp ad White Font big size 2 4 અમદાવાદમાં 28 વર્ષીય યુવાન રવિ પંચાલનું ગરબે ઘૂમતા-ઘૂમતા મોત


આ પણ વાંચોઃ Dengue/ ડેન્ગ્યુ સામેની જંગમાં મોટી સફળતા, પ્રથમ અસરકારક દવા તૈયાર!

આ પણ વાંચોઃ Dengue/ ડેન્ગ્યુ સામેની જંગમાં મોટી સફળતા, પ્રથમ અસરકારક દવા તૈયાર!

આ પણ વાંચોઃ Gaganyaan/ ISROની તૈયારીઓ પૂર્ણ, મિશન ગગનયાનના પરીક્ષણનું કાઉન્ટડાઉન શરૂ