Dengue/ ડેન્ગ્યુ સામેની જંગમાં મોટી સફળતા, પ્રથમ અસરકારક દવા તૈયાર!

ડેન્ગ્યુ સામેની જંગમાં વૈજ્ઞાનિકોએ મોટી સફળતા મેળવી છે. જોન્સન એન્ડ જોન્સન કંપનીએ ડેન્ગ્યુ તાવની દવા બનાવી છે.

Top Stories Health & Fitness Lifestyle
YouTube Thumbnail 2023 10 21T085518.007 ડેન્ગ્યુ સામેની જંગમાં મોટી સફળતા, પ્રથમ અસરકારક દવા તૈયાર!

ડેન્ગ્યુ સામેની જંગમાં વૈજ્ઞાનિકોએ મોટી સફળતા મેળવી છે. જોન્સન એન્ડ જોન્સન કંપનીએ ડેન્ગ્યુ તાવની દવા બનાવી છે. જેની હ્યુમન ટ્રાયલ કરવામાં આવી છે. વૈજ્ઞાનિકોના મતે તેમનું ટ્રાયલ સફળ રહ્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર,આ દવા એન્ટિવાયરલ પ્રવૃત્તિ દર્શાવતી પ્રથમ દવા છે.

ડેન્ગ્યુની હજુ સુધી દવા કે રસી બનાવવામાં આવી નથી

ડેન્ગ્યુ તાવ કોઈ લક્ષણ વગરનો હોય છે. શરૂઆતમાં તે સાંધામાં દુ:ખાવો અને ખેંચાણનું કારણ બને છે. આ પછી દર્દીને તીવ્ર તાવ આવે છે. નોંધનીય છે કે ડેન્ગ્યુ મચ્છરના કરડવાથી વિશ્વભરમાં લાખો લોકોને આ તાવ આવે છે. તેનો પ્રકોપ ખાસ કરીને એશિયન અને લેટિન અમેરિકન દેશોમાં જોવા મળે છે. અત્યાર સુધી આ રોગ માટે કોઈ ચોક્કસ દવા કે રસી બનાવવામાં આવી નથી.

મીડિયા રિપોર્ટ અનુસાર, આ ટ્રાયલ 10 વોલેન્ટિયર પર હાથ ધરવામાં આવી હતી. જેમને ડેન્ગ્યુની રસી મુકવાના 5 દિવસ પહેલા ગોળી આપવામાં આવી હતી. ત્યારબાદ આ ગોળી 21 દિવસ સુધી સતત આપવામાં આવી. ટેસ્ટમાં 10માંથી 6 દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. ત્યાર બાદ આ દર્દીઓનું 85 દિવસ સુધી નિરીક્ષણ કરવામાં આવ્યું. આ સમયગાળા દરમિયાન દર્દીઓમાં ડેન્ગ્યુના કોઈ લક્ષણો જોવા મળ્યા ન હતા.

જોન્સન એન્ડ જોન્સનના રિપોર્ટ અનુસાર, તેમનો બીજો ટેસ્ટ સંપૂર્ણપણે સફળ રહ્યો હતો. એક મોટો પડકાર આ નવી દવાની ઉપલબ્ધતા છે. જો આ દવા મોટા પાયે અસરકારક સાબિત થાય છે, તો ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં તેની વધુ જરૂર પડશે.


whatsapp ad White Font big size 2 4 ડેન્ગ્યુ સામેની જંગમાં મોટી સફળતા, પ્રથમ અસરકારક દવા તૈયાર!


આ પણ વાંચો: Navratri/ આ અનોખા મંદિરમાં દીપ પ્રગટાવવા માટે ભક્તોની લાંબી લાઈન રહે છે, જાણો શું છે ઈતિહાસ

આ પણ વાંચો: નવરાત્રી 2023/ સાતમાં દિવસે કરો માં કાળરાત્રીની પૂજા, આસૂરી અને ખરાબ શક્તિઓનો થશે નાશ

આ પણ વાંચો: Israel Gaza Conflict/ કતાર દેશની મધ્યસ્થતા બાદ હમાસે અમેરિકાના બે બંધક નાગરિકોને છોડયા