Loksabha Election 2024/ PM મોદી કર્ણાટકની મુલાકાતે, બેંગલુરુ અને ચિક્કાબલ્લાપુરામાં કરશે જાહેરસભા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (20 એપ્રિલ) કર્ણાટકની મુલાકાત લેશે. તેઓ બેંગલુરુ અને ચિક્કાબલ્લાપુરામાં જાહેર સભાઓને સંબોધશે. PM મોદી ચિક્કબલ્લાપુરાના ચોકહલ્લી ગામમાં બપોરે 2 વાગ્યે એક સભાને સંબોધશે.

Top Stories India
Beginners guide to 2024 04 20T094358.104 PM મોદી કર્ણાટકની મુલાકાતે, બેંગલુરુ અને ચિક્કાબલ્લાપુરામાં કરશે જાહેરસભા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (20 એપ્રિલ) કર્ણાટકની મુલાકાત લેશે. તેઓ બેંગલુરુ અને ચિક્કાબલ્લાપુરામાં જાહેર સભાઓને સંબોધશે. PM મોદી ચિક્કબલ્લાપુરાના ચોકહલ્લી ગામમાં બપોરે 2 વાગ્યે એક સભાને સંબોધશે. આ વિસ્તારમાંથી ભાજપના ઉમેદવાર રાજ્યના ભૂતપૂર્વ આરોગ્ય પ્રધાન ડૉ કે સુધાકરન ચૂંટણી લડી રહ્યા છે. ત્યારબાદ પીએમ બેંગલુરુ જશે અને સાંજે 4 વાગ્યે પેલેસ ગ્રાઉન્ડમાં જાહેર સભામાં ભાગ લેશે. લોકસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત બાદ કર્ણાટકની આ તેમની ચોથી મુલાકાત હશે .

PM મોદીની કર્ણાટક મુલાકાતમાં બેંગલુરુમાં જાહેરસભા કરશે. બેંગલુરુમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થાને લઈને ટ્રાફિક પોલીસ (BTP) એ કૃષ્ણ વિહાર, પેલેસ ગ્રાઉન્ડ્સ અને HQTC હેલિપેડ પર 1-કિમીની વિસ્તારને અસ્થાયી નો-ફ્લાય ઝોન લાગુ કર્યો છે. આ સાથે તેમના આદેશમાં, બેંગલુરુ શહેર પોલીસ કમિશનર બી દયાનંદે ડ્રોન, માનવરહિત એરિયલ વ્હીકલ (યુએવી), ગ્લાઈડર એરક્રાફ્ટ, તમામ નાના એરક્રાફ્ટ અને નોન-શિડ્યુલ્ડ એરક્રાફ્ટના ઉડ્ડયન પર પ્રતિબંધ મૂક્યો હતો. સવારના 10 વાગ્યાથી સાંજના 8 વાગ્યા સુધી આ ઓર્ડર લાગુ રહેશે.

કર્ણાટકમાં ભાજપના બે ભૂતપૂર્વ ધારાસભ્યો, મલકાયા ગુટ્ટેદાર અને શારદા મોહન શેટ્ટી શુક્રવારે ભાજપમાં જોડાયા હતા. કલાબુર્ગી જિલ્લાના અફઝલપુરથી છ વખત ધારાસભ્ય રહી ચૂકેલા ગુટ્ટેદાર ભૂતકાળમાં મંત્રી પણ રહી ચૂક્યા છે. ગુટ્ટેદાર તેમના ભાઈ નીતિન વેંકૈયા ગુટ્ટેદારને ભાજપમાં સામેલ કરવાને લઈને નારાજ હતા. 2023ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના MY પાટીલ જીત્યા હતા અને નીતિન બીજા અને ગુટ્ટેદાર ત્રીજા ક્રમે આવ્યા હતા. કલબુર્ગી કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો હોમ જિલ્લો છે.

PM મોદીએ આ વખતે દક્ષિણ ભારત તરફના ચૂંટણી પ્રચારને વધુ મહત્વ આપ્યું છે. લોકસભા ચૂંટણીમાં મોટી જીત મેળવવા દક્ષિણ પર ફોકસ વધાર્યું છે. ત્યારે તેમના વતન ગુજરાતમાં ભાજપના સ્ટાર નેતા પરષોત્તમરૂપાલાના વિવાદનો અંત આવ્યો નથી. રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજ નારાજ થયો હતો. રાજપૂત સંકલન સમિતિના પ્રવક્તા કરણસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, “ભાજપે તેમને બદલવાનો ઇનકાર કર્યો હોવાથી, ગુજરાતની તમામ 26 બેઠકો પર પક્ષની હાર સુનિશ્ચિત કરવા માટે ટોચના રાજપૂત નેતાઓની બેઠક યોજાઈ હતી,” એમ રાજપૂત સંકલન સમિતિના પ્રવક્તા કરણસિંહ ચાવડાએ ઉમેર્યું હતું કે, “ભાજપે 24 કરોડ રાજપૂતોને ગ્રાન્ટેડ લીધા છે. . જો ભાજપને રાજપૂતોની જરૂર નથી, તો અમને પણ તેમની જરૂર નથી. અમે માત્ર રૂપાલા જ નહીં ગુજરાતમાં ભાજપના તમામ ઉમેદવારોને હરાવવાનો પ્રયાસ કરીશું. વોટ અમારું હથિયાર છે

પ્રિયંકા ગાંધી વાડ્રા શનિવારે કેરળ પહોંચશે. કોંગ્રેસના નેતા ત્રણ ચૂંટણી સભાઓને સંબોધિત કરશે અને રાજ્યની રાજધાની તિરુવનંતપુરમમાં રોડ શો કરશે. તે શનિવારે સવારે વિશેષ ફ્લાઇટ દ્વારા કોચી પહોંચશે. તે શશિ થરૂર સાથે રોડ શોમાં ભાગ લેશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પૂર્વમાં ટીડીઓના મેળાપીપણામાં ગેરકાયદે બાંધકામોનો રાફડો

આ પણ વાંચો:બેંક મેનેજરે બેંક સાથે કરી છેતરપિંડી, 15 કરોડનો દંડ અને સાત વર્ષની કેદ

આ પણ વાંચો:ક્રાઇમ કેપિટલ સુરતમાં ઓનલાઇન ટાસ્કના નામે 12 લાખનો ફ્રોડ

આ પણ વાંચો:ગીર સોમનાથમાં શિક્ષિકાનું અમાનવીય વર્તન, બાળકીને હોસ્પિટલાઇઝ કરવી પડી