Himmatnagar-Accident/ હિંમતનગરમાં કાર પલ્ટી ખાતા એકનું મોત, બેને ઇજા

હિંમતનગરમાં કાર પલ્ટી જતાં એકનું મોત થયું છે. વક્તાપુર જૈન મંદિર પાસે કાર પલ્ટી ખાઈ ગઈ હતી. કાર વીજળીના થાંભલા સાથે ટકરાઈને પલ્ટી ખાઈ ગઈ હતી. તેના લીધે કારમાં બેઠેલા એકનું મોત થયું હતું અને બે ઇજા પામ્યા હતા.

Gujarat Others Trending Breaking News
Beginners guide to 2024 04 20T092401.000 હિંમતનગરમાં કાર પલ્ટી ખાતા એકનું મોત, બેને ઇજા

હિંમતનગરઃ હિંમતનગરમાં કાર પલ્ટી જતાં એકનું મોત થયું છે. વક્તાપુર જૈન મંદિર પાસે કાર પલ્ટી ખાઈ ગઈ હતી. કાર વીજળીના થાંભલા સાથે ટકરાઈને પલ્ટી ખાઈ ગઈ હતી. તેના લીધે કારમાં બેઠેલા એકનું મોત થયું હતું અને બે ઇજા પામ્યા હતા. વડાલીથી હિંમતનગર આવતા અકસ્માત થયો હતો. વક્તાપુર જૈન મંદિર પાસે કાર પલ્ટી ખાઈ ગઈ હતી.

હિંમતનગરના ત્રણ યુવાનો વડાલી લગ્નપ્રસંગમાં ઇવેન્ટ કાર્યક્રમ પૂર્ણ કરીને ઘરે આવતા હતા. આ બનાવ અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. કાર કાપી મૃતક યુવાનને બહાર કાઢ્યો હતો. હિંમતનગરના મૃતક યુવાન મયંક નાયીને મૃતદેહને સિવિલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. હિંમતનગર ગ્રામ્ય પોલીસે પણ ઘટનાસ્થળે જઈને કાર્યવાહી શરૂ કરી છે.

અકસ્માતના પગલે સ્થાનિકો તરત જ દોડી આવ્યા હતા. તેઓએ ગાડીમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા અને તાત્કાલિક 108ને બોલાવવામાં આવી હતી. તેની સાથે બાકીના બેને તો અકસ્માતના સ્થળે જ સારવાર આપવામાં આવી હતી. સ્થાનિકોની મદદના કારણે બાકીના ઇજાગ્રસ્તોના જીવ બચી શક્યા હતા. ઘટનાની જાણ થવાના પગલે હિંમતનગર ગ્રામ્ય પોલીસ દોડી આવી હતી અને તેણે અકસ્માત ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

તેની સાથે મૃત્યુ પામેલાને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. આ ઉપરાંત પોલીસ ડ્રાઇવર નશામાં હતો કે નહીં તેની પણ ચકાસણી કરશે. આ માટે છેલ્લે આ વાહન જ્યાં રોકાયું હતું તે સ્થળ પણ જીપીએસની મદદથી શોધીને આગળની કાર્યવાહી કરવામાં આવશે

હિંમતનગર ત્રણ યુવાનો વડાલી લગ્ન પ્રસંગમાં ઇવેન્ટ કાર્યક્રમ પૂર્ણ કરી ઘરે આવતા હતા…ફાયર વિભાગને જાણ કરતા સ્થળ પર પહોંચી કાર કાપી મૃતક યુવાન સહિત ત્રણને બહાર કાઢ્યા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પૂર્વમાં ટીડીઓના મેળાપીપણામાં ગેરકાયદે બાંધકામોનો રાફડો

આ પણ વાંચો:બેંક મેનેજરે બેંક સાથે કરી છેતરપિંડી, 15 કરોડનો દંડ અને સાત વર્ષની કેદ

આ પણ વાંચો:ક્રાઇમ કેપિટલ સુરતમાં ઓનલાઇન ટાસ્કના નામે 12 લાખનો ફ્રોડ

આ પણ વાંચો:ગીર સોમનાથમાં શિક્ષિકાનું અમાનવીય વર્તન, બાળકીને હોસ્પિટલાઇઝ કરવી પડી