ગુજરાત/ ક્રાઇમ કેપિટલ સુરતમાં ઓનલાઇન ટાસ્કના નામે 12 લાખનો ફ્રોડ

સુરત શહેરમાં અવારનવાર અલગ અલગ ટાસ્ક ના નામે છેતરપિંડી થાય છે અનેક લોકો ટાસ્ક પૂર્ણ કરવાની લાલચમાં સાયબર ફ્રોડ નો શિકાર બને છે.

Gujarat Surat
YouTube Thumbnail 2024 04 19T171651.106 ક્રાઇમ કેપિટલ સુરતમાં ઓનલાઇન ટાસ્કના નામે 12 લાખનો ફ્રોડ

@દિવ્યેશ પરમાર 

Surat News: સુરતના એક યુવાનને ટેલિગ્રામ પર પાર્ટ ટાઈમ જોબ આપવાનું જણાવી હોટલ બુકીંગના ટ્રાન્સપૂર્ણ કરવાની લોભામણી લાલચ આપી અલગ અલગ બેન્ક એકાઉન્ટ માં 12 લાખથી વધુ ઓનલાઈન રૂપિયા ટ્રાન્સફર કરાવી અજાણ્યાઓએ છેતરપિંડી આચરી હતી.ફરિયાદીએ પોલીસ ફરિયાદ કરી હતી જે મામલે સાઇબર ક્રાઇમ પોલીસે તપાસ કરતા છેતરપિંડી કરનાર ત્રણ ઈસમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

સુરત શહેરમાં અવારનવાર અલગ અલગ ટાસ્ક ના નામે છેતરપિંડી થાય છે અનેક લોકો ટાસ્ક પૂર્ણ કરવાની લાલચમાં સાયબર ફ્રોડ નો શિકાર બને છે. તેવી જ રીતે સુરત ના એક યુવાનને તેમના મોબાઈલ ફોન પર ટેલિગ્રામ માં એક પાર્ટ ટાઈમ જોબની લીંક મળી હતી આ લિંક આઇડી પરથી વાતચીત કરતા અલગ અલગ ટાસ્ક પૂર્ણ કરવા માટે અલગ અલગ કમિશન મળશે તેવી લાલચ આપવામાં આવી હતી જેમાં રજીસ્ટ્રેશન કરાવી સૌપ્રથમ ફરિયાદીને હોટલ બુકીંગ ના તાસ આપવામાં આવ્યા હતા જે પૂર્ણ થતાં 774 રૂપિયા કમિશન બતાવી આગળના ટાસ્ક આપવામાં આવ્યા હતા જેમાં તેમને ગ્રુપ બુકિંગ આપવામાં આવ્યું હતું.

આ ગ્રુપ બુકિંગમાં તેમનું માઇનસ બેલેન્સ બતાવવામાં આવ્યું હતું. જેને આગળના ટાસ્ક માં પ્લસ કરવાનું જણાવી અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં ફરિયાદી પાસેથી કુલ 12,21,239 રૂપિયા ટ્રાન્સફર કરાવી તેમાંથી 75692 રૂપિયા પરત આપી બાકીના રૂપિયા ગ્રુપ બુકિંગ જનરેટ કરી વધુ રૂપિયાની માંગણી કરી હતી. જે મામલે ફરિયાદીએ સાયબર ક્રાઇમ પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો જેથી સાઈબર ક્રાઈમ પોલીસે તપાસ દરમિયાન ત્રણ આરોપી નિકુંજ અનિલ મોરડીયા, હાર્દિક ઉર્ફે પૂરી ઉર્ફે ભૂરો ભાણો જોડીયા અને નિકુંજ મગનભાઈ જીંજાળા ની ધરપકડ કરી હતી.

આ ગુનામાં  બેંકના કરંટ એકાઉન્ટ નો ઉપયોગ કરી નિકુંજ મોરડીયાએ 65000 કમિશન લઈ હાર્દિક રૂપે ભૂરી જોડીયાની આપ્યા હતા અને તેમણે 25000 કમિશન લઈ નિકુંજ જીંજાળાને આપી તેમણે પણ 20000 કમિશન લઈ લીધું હતું. આ રેકેટ કોણ ચલાવે છે અને કેટલું મોટું છે તે તપાસના અંતે માલુમ પડશે હાલ સાયબર ક્રાઇમ પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વાસુકી નાગના ગુજરાતમાંથી મળ્યા અવશેષો, વિજ્ઞાને પણ તેના અસ્તિત્વની પુષ્ટિ કરી

આ પણ વાંચો:રાજપૂતોના અલ્ટીમેટમથી પણ ભાજપ કેમ નથી ડરતું, ગુજરાતમાં આવી શું છે તાકાત: જાણો

આ પણ વાંચો:અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર નિયમોનો ભંગ કરીને બેફામ ચાલતા શટલિયા

આ પણ વાંચો:ગીર સોમનાથમાં લગ્ન પ્રસંગમાં ફૂડપોઈઝનિંગમાં 200થી વધુ લોકોને થઈ અસર