Not Set/ રાજ્યનું પાટનગર ગાંધીનગર બન્યું સૌથી ગરમ શહેર, હિટવેવની આગાહી

શિયાળાની ઋતુનાં અંત સાથે માર્ચ મહિનાની શરૂઆતમાં ઉનાળાની ગરમીની શરૂઆત થઇ ગઇ છે.

Top Stories Gujarat Others
ગરમી 122 રાજ્યનું પાટનગર ગાંધીનગર બન્યું સૌથી ગરમ શહેર, હિટવેવની આગાહી
  • રાજ્યમાં ગરમીનો પ્રકોપ શરૂ
  • આગામી 2 દિવસ રાજ્યમાં હિટવેવની આગાહી
  • સૌરાષ્ટ્ર,કચ્છ અને ઉ.ગુ.માં હિટવેવની આગાહી
  • મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ઊંચકાયો
  • અમદાવાદ સહીત 16 શહેરોમાં તાપમાન 37 ને પાર
  • ડીસા-ગાંધીનગર 39 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર
  • અમદાવાદમાં પણ તાપમાન 38 ડિગ્રીને પાર

શિયાળાની ઋતુનાં અંત સાથે માર્ચ મહિનાની શરૂઆતમાં ઉનાળાની ગરમીની શરૂઆત થઇ ગઇ છે. હવામાન ખાતાની આગાહી અનુસાર આગામી 2 દિવસ રાજ્યમાં હિટવેવની આગાહી છે. રાજ્યનાં મોટાભાગનાં શહેરોમાં તાપમાનનો પારો ઉંચકાયો છે. દિવસની શરૂઆતમાં લોકોની અવર-જવર જોવા મળતી હોય છે પરંતુ જેવી બપોર પડે કે રસ્તે કાગડાઓ ઉડતા જોવા મળે છે.

બેકાબુ કોરોના: રાજ્યમાં સતત વકરતો કોરોના, આજે નોધાયા 954 નવા કેસ

આ વખતનો ઉનાળો ભારે આકરો નીવડવાની સંભાવના છે. રાજ્યમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ સહિત 16 શહેરોમાં તાપમાન 37 ને પાર પહોંચી ગયુ છે. ગુજરાતમાં ગ્રીન સિટી તરીકે ઓળખાતુ શહેર અને રાજ્યનું પાટનગર ગાંધીનગરની વાત કરીએ તો અહી 39 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. ઉપરાંત ડીસામાં પણ 39 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. રાજ્યમાં આ બન્ને શહેરો સૌથી ગરમ રહ્યા છે.

  • ગુજરાતમાં હીટવેવ સાથે વરસાદનો પ્રકોપ
  • હવામાન વિભાગ દ્વારા કરાઇ આગાહી
  • 20-21 માર્ચે દાહોદ,છોટાઉદેપુરમાં વરસાદની વકી
  • નર્મદા-તાપી-મહીસાગરમાં પડી શકે કમોસમી વરસાદ
  • બેવડી ઋતુનો અનુભવ કરતા નાગરિકો

ગુજરાતનાં ઘણા વિસ્તારો આજે બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે.  આપને જણાવી દઇએ કે, હવામાન વિભાગે રાજ્યમાં હિટવેવ સાથે વરસાદ પડવાની આગાહી કરી છે. 20 અને 21 માર્ચનાં રોજ દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને મહીસાગરમાં વરસાદની વકી છે.

સંશોધન / મહિલાઓની તુલનામાં પુરુષમાં વહેલા મૃત્યુનું પ્રમાણ 60 ટકા વધારે છે

ગુજરાતમાં હાલ ઠંડીની સિઝન પૂર્ણ થવાને આરે છે. જો કે, ઉનાળાની શરૂઆત પહેલા જ ગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને બપોરનાં સમયે લોકો ગરમીનો અહેસાસ કરી રહ્યા છે તો વળી કેટલાક લોકો પંખાનો પણ સહારો લઈ રહ્યા છે. બપોરનાં સમયે ઘણા વિસ્તારોમાં AC પણ ચાલુ રાખ્યુ હોવાનું જોવા મળ્યું હતુ.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ