Not Set/ રાજ્યમાં સતત વકરતો કોરોના, આજે નોધાયા 954 નવા કેસ

રાજ્યમાં સતત વકરતો કોરોના, આજે નોધાયા 954 નવા કેસ

Top Stories Gujarat Others

રાજ્યમાં કોરોના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 954 નવા કેસ નોંધાયા હતા. રાજ્યમાં કુલ કેસનો આંકડો 2,80,051 પર પહોચ્યો છે.

જ્યારે 703 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. આજે કોરોના સંક્રમણથી રાજ્યમાં બે લોકોના મૃત્યુ થયું છે. બંને મતૃકો અમદાવાદ કોર્પોરેશનમાં નોંધાયા હતા. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4966 લોકોના કોરોનાથી મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધી 2,80,061 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.

સુરત કોર્પોરેશનમાં 263, અમદાવાદ કોર્પોરેશનમાં 241, રાજકોટ કોર્પોરેશનમાં 80, વડોદરા કોર્પોરેશનમાં 92, સુરતમનાં 29, ભરૂચમાં 26, વડોદરામાં 17, ખેડામાં 15, આણંદ-જામનગર કોર્પોરેશન-મહેસાણામાં14-14, ભાવનગર કોર્પોરેશન-ગાંધીનગર કોર્પોરેશનમાં 12-12, કચ્છ-પંચમહાલમાં 10-10 કેસ નોંધાયા હતા.