Gujarat News/ GPCB પર હાઈકોર્ટની કડક ટકોર: સીલ કરાયેલા ઉદ્યોગોને ફરી મંજૂરી આપવાના મામલે ખાતાકીય તપાસનો આદેશ

કચ્છના પ્રદૂષણ કેસમાં ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court) GPCB પર કડક ટકોર કરી. સીલ કરાયેલા ઉદ્યોગોને ફરી મંજૂરી આપવાના મામલે જવાબદાર અધિકારી સામે ખાતાકીય તપાસનો આદેશ.

Top Stories Ahmedabad Gujarat Breaking News
કચ્છના પ્રદૂષણ કેસમાં GPCBને Gujarat High Courtનો ઠપકો, જવાબદાર અધિકારી સામે તપાસ

Gujarat News: કચ્છ જિલ્લામાં ઉદ્યોગો દ્વારા કેમિકલયુક્ત પાણી કુદરતી જળસ્ત્રોતોમાં છોડવાના મુદ્દે ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court)માં ચાલી રહેલી જાહેરહિતની અરજી (PIL) દરમિયાન ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)ની કામગીરી પર ગંભીર સવાલો ઊભા થયા છે. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે GPCBના અધિકારીઓની કામગીરી પર અસંતોષ વ્યક્ત કરતા જવાબદાર અધિકારી સામે ખાતાકીય તપાસ કરવાનો આદેશ આપ્યો છે.

Gujarat High Courtની કડક ટકોર

ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલની ખંડપીઠ સમક્ષ કેસની સુનાવણી દરમિયાન કોર્ટે GPCBના વકીલને કડક શબ્દોમાં ટકોર કરી હતી. કોર્ટે નોંધ્યું કે છેલ્લા બે વર્ષથી પ્રદૂષણ નિયંત્રણ માટે અસરકારક પગલાં લેવા બદલે માત્ર ખાતરીઓ આપવામાં આવી રહી છે, જ્યારે વાસ્તવિક સ્થિતિમાં કોઈ નોંધપાત્ર સુધારો જોવા મળતો નથી.

પ્રદૂષિત પાણી રોકવામાં નિષ્ફળતા

અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે અનેક ઉદ્યોગો દ્વારા કેમિકલયુક્ત ગંદુ પાણી કુદરતી જળસ્ત્રોતોમાં છોડવામાં આવે છે, જેના કારણે પર્યાવરણ અને પાણીના સ્ત્રોતોને ગંભીર નુકસાન થઈ રહ્યું છે. આ પ્રકારની પ્રવૃત્તિઓ સામે જરૂરી કડક કાર્યવાહી કરવામાં આવી રહી નથી.

સીલ કરાયેલી ઇન્ડસ્ટ્રી ફરી શરૂ કરવાની મંજૂરી

સુનાવણી દરમિયાન હાઈકોર્ટ (Gujarat High Court)ના ધ્યાન પર આવ્યું કે અગાઉ નિયમોના ભંગ બદલ સીલ કરાયેલી કેટલીક ઇન્ડસ્ટ્રીઓને ફરી શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. આ નિર્ણય પાછળ જવાબદાર રહેલા અધિકારી સામે ખાતાકીય તપાસ હાથ ધરી તેનો અહેવાલ કોર્ટ સમક્ષ રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

બાઉન્ડ્રી વોલ અને નિયમોનું પાલન ફરજિયાત

હાઈકોર્ટે (Gujarat High Court) GPCBને પ્રદૂષણ નિયંત્રણ સંબંધિત તમામ નિયમોનું કડક પાલન કરાવવા તેમજ ઉદ્યોગોમાં જરૂરી બાઉન્ડ્રી વોલ સહિતની સુરક્ષા વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા પણ નિર્દેશ આપ્યો છે. સાથે જ ભવિષ્યમાં નિયમોનું ઉલ્લંઘન કરનાર ઉદ્યોગો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે.

સરોવર પ્રદૂષિત થવાનો મામલો પણ નોંધાયો

સુનાવણી દરમિયાન અગાઉ બનેલી એક ઘટનાનો પણ ઉલ્લેખ થયો હતો, જેમાં ભારે વરસાદ બાદ ભરાયેલા સરોવરમાં એક ઉદ્યોગ દ્વારા પ્રદૂષિત પાણી છોડાતા સમગ્ર જળસ્ત્રોત દૂષિત થઈ ગયો હતો. આ ઘટનાને ગંભીર ગણાવી કોર્ટે જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા અને તેનો અહેવાલ રજૂ કરવા જણાવ્યું છે.


આ પણ વંચો:અમદાવાદ હાઈવે પર એક્સપાયર દવાઓનો જથ્થો ફેંકાયો, મીડિયા અહેવાલ બાદ GPCBની એન્ટ્રી

આ પણ વંચો:ગાંધીનગરમાં GPCB કચેરીએ બાલાસિનોરના ગ્રામજનોનો વિરોધ: પ્રદૂષિત પાણીથી 18 ગામ પ્રભાવિત હોવાનો આરોપ

આ પણ વંચો:GPCB દ્વારા ‘સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ, 2026’ વિષયક રાજ્યસ્તરીય વેબિનારનું આયોજન