Gandhinagar News : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel)સરકારનો ઐતિહાસિક નિર્ણય, રાજ્ય સરકારે (Gujarat Government)આઝાદી પછી પ્રથમવાર 75 વર્ષ જૂના ‘ટુકડા ધારા-1947’ (Fragmentation Act 1947)માં મહત્વપૂર્ણ સુધારા કર્યા, આ સુધારાને રાજ્યપાલ તેમજ રાષ્ટ્રપતિ તરફથી મળી મંજૂરી
* 1948 થી અત્યાર સુધી થયેલા તમામ ટુકડા ધારાના ભંગ કોઈપણ પેનલ્ટી વિના વિનિયમિત કરાશે
* સમગ્ર રાજ્યમાં હવે 10 ગુંઠાનો એકસમાન નિયમ : જમીન લે-વેચમાં સ્થાનિક ગૂંચવાડા દૂર થશે
* શહેરી વિસ્તારો ટુકડા ધારાની અસરમાંથી સંપૂર્ણ મુક્ત થશે: શહેરોના વિકાસને ગતિ મળશે
* આ સુધારાથી રાજ્યના લાખો ખેડૂતો અને જમીન ધારકો (Land Owners)ને મોટી રાહત મળશે. જમીન સંબંધી વિવાદોમાં જે નાણાં અને સમયનો વ્યય થતો હતો, તેનો આવશે કાયમી અંત.
* ડબલ એન્જિન સરકારના આ નિર્ણયથી શહેરી વિસ્તારોમાં બિનખેતી (NA)ની પ્રક્રિયા, બાંધકામ અને જમીન લે-વેચના વ્યવહારો અત્યંત ઝડપી અને પારદર્શક બનશે, જેનાથી સર્વાંગી વિકાસને મળશે વેગ
