Gujarat News :ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસને મળેલી કારમી હાર (Local Election Defeat) બાદ હવે પક્ષ સંગઠન અને રાજકીય રણનીતિને લઈને સક્રિય બન્યું છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ Amit Chavda એ ચૂંટણી પરિણામોને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપતા કહ્યું કે, કેટલાક બિલ્ડરો અને સરકારી અધિકારીઓએ ભાજપના કાર્યકર અને એજન્ટની જેમ કામ કર્યું હતું, જેના કારણે ચૂંટણીમાં અસમાન પરિસ્થિતિ ઉભી થઈ હતી.
કોંગ્રેસને મળેલી કારમી હાર (Local Election Defeat) બાદ હવે પક્ષ સંગઠન અને રાજકીય રણનીતિને લઈને સક્રિય
અમિત ચાવડાએ જણાવ્યું કે, કોંગ્રેસ (Congress) હાલ હારના કારણોની આંતરિક સમીક્ષા કરી રહી છે. સાથે જ આવકથી વધુ સંપત્તિ ધરાવતા સરકારી અધિકારીઓની વિગતો એકત્રિત કરવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે. પક્ષ આવા અધિકારીઓને જાહેરમાં ખુલ્લા પાડશે અને તેમની સામે વિવિધ મોરચે લડત આપશે તેવી ચેતવણી પણ તેમણે આપી.
તેમણે વધુમાં દાવો કર્યો કે, ગુજરાતમાં સત્તા વિરોધી લહેર સ્પષ્ટ રીતે જોવા મળી હતી, પરંતુ ભાજપની “બી ટીમ” તરીકે આમ આદમી પાર્ટીએ વિરોધી મત વહેંચી નાખ્યા હતા. જેના કારણે કોંગ્રેસને અપેક્ષિત રાજકીય ફાયદો મળ્યો નહીં. કોંગ્રેસનું માનવું છે કે, સત્તા વિરોધી મતદારોની અસલી અસર હવે 2027ની વિધાનસભા ચૂંટણીમાં જોવા મળશે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો બાદ કોંગ્રેસ (Congress)હવે સંગઠન મજબૂત બનાવવાની સાથે સરકાર અને તંત્ર સામે આક્રમક વલણ અપનાવવાની તૈયારીમાં લાગી ગઈ છે.
આ પણ વાંચો : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પોરબંદરમાં કરાયો અનોખો પ્રયોગ
આ પણ વાંચો : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વચ્ચે મનસુખ વસાવાની મોટી જાહેરાત, આગામી લોકસભા ચૂંટણીં નહીં લડે
આ પણ વાંચો : ચૂંટણીપંચની SIRની કવાયતના કારણે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આગામી વર્ષે
