MANTAVYA Vishesh/ ચૂંટણીપંચની SIRની કવાયતના કારણે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આગામી વર્ષે

ગુજરાતમાં ડિસેમ્બરમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ હવે પરત ઠેલાઈ જશે તે સુનિશ્ચિત છે. ચૂંટણીપંચે બિહારમાંથી શરૂ કરેલી મતદારયાદી સુધારણા કાર્યક્રમ (SIR) હવે બાર રાજ્યોમાં લાગુ કરવાનો નિર્ણય કર્યો છે.

Mantavya Vishesh

ગુજરાતમાં ડિસેમ્બરમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ હવે પરત ઠેલાઈ જશે તે સુનિશ્ચિત છે. ચૂંટણીપંચે બિહારમાંથી શરૂ કરેલી મતદારયાદી સુધારણા કાર્યક્રમ (SIR) હવે બાર રાજ્યોમાં લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. તેના લીધે આગામી ફેબ્રુઆરી સુધી આ બારેય રાજ્યમાં કોઈ ચૂંટણી યોજાઈ શકે તેમ નથી. આ 12 રાજ્યોમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે. આમ ગુજરાતમાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને શાસક અને વિપક્ષ તૈયારી કરતાં હતા તેમા સોંપો પડી ગયો છે.

વિપક્ષ કોંગ્રેસના આગેવાન અમિત ચાવડાએ તો જણાવ્યું કે આ પ્રકારે ચૂંટણી પરત ઠેલવી તે રીતસરનું એક પ્રકારનું ષડયંત્ર જ છે. ચૂંટણીપંચે ધાર્યુ હોત તો તે ગુજરાતને આ યાદીમાંથી બાકાત રાખી શક્યું હોત અને ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવા દઈ શક્યું હોત, પરંતુ તેણે તેવું કર્યું નથી. શાસક પક્ષને પણ જાણે તે નબળો દેખાવ કરશે તેની ગંધ આવી ગઈ લાગે છે. તેથી પોતાનું દિવાળી પછી સૂરસુરિયું ન થાય તે માટે આ પ્રકારનો હથકંડો અજમાવ્યો છે. જો કે ત્રણ મહિના ચૂંટણી પાછળ ઠેલીને પણ શાસક પક્ષ તેની નબળી કામગીરીને કઈ રીતે ઢાંકી શકશે એમ તેમણે જણાવ્યું હતું. આટલા સમયગાળામાં કંઈ પક્ષની નબળી કામગીરી કંઈ રાતોરાત મજબૂત કામગીરી સાબિત થઈ જવાની નથી. લોકોને કંઈ પક્ષના સારા વહીવટના સપના આવવાના નથી,

તેમણે ઉમેર્યુ હતું કે શાસક પક્ષનું આ વલણ જોતાં સ્પષ્ટ લાગે છે કે તે આગામી સમયમાં લોકોના હાથમાં કોઈ મોટી લોલીપોપ જ પકડાવી દેશે, લોકો તેને ચૂસ્યા કરશે અને શાસક પક્ષને વોટ આપ્યા કરશે. હવે આ લોલીપોપ કઈ હશે તે મોટો સવાલ છે. શાસક પક્ષ પાસે બધા સંસાધનો છે, પરંતુ તેની સાથે તેના તંત્રમાં વ્યાપ્ત ભ્રષ્ટાચારથી લોકો પણ ત્રસ્ત છે. ખરાબ રસ્તાના કારણે પ્રજા હેરાનપરેશાન છે. ખરાબ રસ્તા છતાં પણ હાઇવે પર ટોલ ટેક્સ ઉઘરાવાય છે.

ચોમાસામાં પાણી ભરાવવા અને ચોમાસુ પૂરુ થયા પછી પણ રસ્તા ઝડપથી રીપેર ન થવા જાણે નિયમ બની ગયો છે. કેટલાય લોકોએ તેમા જીવ ગુમાવ્યા છે. ખુલ્લી ગટરોમાં લોકો ખાબકે છે.  કેટલાય ગામડા મહિનાના મહિના સુધી પાણીમાં રહ્યા છે, લોકોએ બોટ લઈને ફરવું પડ્યું છે. નળમાંથી લોકોને પાણી પહોંચ્યું કે ન પહોંચ્યું, પણ કૌભાંડ પહોંચી ગયું છે. તેના કારણે શાસક પક્ષના મંત્રીએ કેબિનેટમાંથી વિદાય લેવાની ફરજ પડી છે. તંત્ર જડ અને નીંભર છે, તે શાસક પક્ષના જ કોર્પોરેટરો અને ધારાસભ્યોને ગાંઠતું નથી તો પછી વિપક્ષની તો વાત જ ક્યાં આવે.

રાજ્યમાં શહેરીકરણ વધી રહ્યુ છે તેમ-તેમ રાજ્યના શહેરો ક્રાઇમ કેપિટલ બની રહ્યા છે. પહેલા માંડ અઠવાડિયે કે દસ દિવસે જોવા મળતા અકસ્માત કે ખૂનના બનાવ હવે રોજિંદી ઘટના બની ગયા છે. સવારે ગયેલો માણસ રાત્રે જીવતો ફરત બને તેની કોઈ ગેરંટી નથી. કયારે કોઈ દારૂ પીને બેફામ રીતે કાર ચલાવના કારચાલક કોઈને જીવ લઈ લે તે કહી શકાય નહી. ફક્ત રાતના જ સમયે બહાર નીકળવાની મંજૂરી હોવા છતાં ડમ્પરો દિવસે પણ બેફામ દોડે છે અને કોઈને કોઈ લોકોનો જીવ લે છે. ડમ્પર ચાલકને માલેતુજારોનું સંરક્ષણ હોવાથી તેની સામે કોઈ કાર્યવાહી થઈ શકતી નથી. મોંઘવારીએ માઝા મૂકી છે. માણસ ઘરની બહાર નીકળેને પરત આવે ત્યાં સુધીમાં 100ની નોટ ખતમ થઈ જાય છે. હવે 100 રૂપિયાની જાણે કોઈ વિસાત જ રહી નથી.

આમ શાસક પક્ષની આટલી ખરાબ સ્થિતિ હોય અને ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાય તો શું પરિણામ આવે તેનાથી તે વાકેફ ન હોય તે બને. આથી જ કોઈને કોઈ રીતે આ ચૂંટણીને પાછી ઠેલવા માટે ચૂંટણીપંચની મદદ લેવામાં આવી છે. તેઓ પણ જાણે છે કે ચૂંટણીપંચ બંધારણીય સત્તા હોવાથી તે જે પગલાં લે તેની સામે કશું કરી શકાતું નથી, તેને બહુ-બહુ તો કાયદાકીય રીતે પડકારી શકાય છે, પરંતુ તેમા પણ પડકારનારનો પરાજય નિશ્ચિત હોય છે. તેનું કારણ એ છે કે ચૂંટણીપંચ તેના દરેક નિર્ણય કાયદાકીય પાસાનો વિચાર કરીને જ લે છે. તેથી જ રાહુલ ગાંધી સહિતનો કોઈપણ વિપક્ષ આક્ષેપ કરે છે, પરંતુ ચૂંટણીપંચ સમક્ષ નથી સત્તાવાર જવાબ આપતો કે નથી કોઈ કાયદાકીય કાર્યવાહી કરતો.  તેઓ સમજી ગયા છે કે શબ્દોને અને વાક્યોને બંધારણીય મર્યાદામાં ગોઠવવાની ફાવટ શાસક પક્ષને આવી ગઈ છે. તેથી આ વાતને કોર્ટમાં પડકારી શકાશે નહીં.

આમ ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તે પ્રજાના અસંતોષને જોઈને જાણે આકડે મધ બેઠું છે તેમ સમજનારા વિપક્ષ માટે મોટી લપડાક સમાન છે. તેના કારણ તેઓ અકળાઈ ઉઠે તે પણ સ્વાભાવિક છે. જો કે તે પોતે જાણે છે કે તેઓ પણ સત્તામાં હતા ત્યારે આ પ્રકારના કાવાદાવા તે અજમાવી ચૂક્યા છે. તેથી આ પ્રકારના મુદ્દાને લઈને તે બહુ ઉહાપોહ કરી શકે તેમ નથી. તેથી તેઓએ પણ હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે તેમનો વ્યૂહ બદલવાની ફરજ પડી શકે છે. તેમણે પણ નવી જ વ્યૂહરચના સાથે મેદાનમાં ઉતરવું પડી શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: MANTAVYA Vishesh/અલ્પેશ ઠાકોરે ખખડાવ્યા ખાંડા, ઠાકોર સેનાને કરી સક્રિય

આ પણ વાંચો: કેબિનેટ પછી હવે શાસક પક્ષના માળખામાં થશે ફેરફાર કે સાફસૂફી!

આ પણ વાંચો: મતદાર યાદી સુધારણા ગુજરાતમાં પાંચ કરોડ મતદારોની ચકાસણી કઈ રીતે થશે તે જાણો!