Gujarat News/ હર્ષ સંઘવીએ ગુજરાતના પ્રવાસન સ્થળો માટે રૂ. ૨૮.૬૮ કરોડ મંજૂર કર્યા, જાણો કયા યાત્રાધામોનો થશે વિકાસ

નાયબ મુખ્યમંત્રી Harsh Sanghaviએ હર્ષદ માતા મંદિર, ઉપરકોટ કિલ્લો અને ગોધરા ગાંધી આશ્રમ સહિતના સ્થળો માટે રૂ. ૨૮.૬૮ કરોડના વિકાસ કામો મંજૂર કર્યા છે.

Gujarat Top Stories Others
Harsh Sanghavi Tourism Grant

Harsh Sanghavi Tourism Grant: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર રાજ્યના ઐતિહાસિક વારસાને જાળવવા અને યાત્રાધામોને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવા માટે એક્શન મોડમાં છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા આજે એક જ દિવસમાં વિવિધ પ્રવાસન સ્થળો અને યાત્રાધામો માટે અંદાજે રૂ. 28.68 કરોડના વિકાસલક્ષી કામોને વહીવટી અને નાણાકીય મંજૂરી આપવામાં આવી છે.

Harsh Sanghavi Tourism Grant

હર્ષદ માતા મંદિર માટે સૌથી મોટું પેકેજ

યાત્રાધામ વિકાસના ભાગરૂપે સુપ્રસિદ્ધ હર્ષદ માતાના મંદિરના સર્વગ્રાહી વિકાસ માટે સૌથી મોટી રકમ એટલે કે રૂ. 20.09 કરોડના કામોનો વર્ક ઓર્ડર આપવાનો નિર્ણય લેવાયો છે. આ પ્રોજેક્ટથી શ્રદ્ધાળુઓ માટે સુવિધાઓમાં મોટો વધારો થશે.

જૂનાગઢ ઉપરકોટ કિલ્લામાં લિફ્ટ અને પાર્કિંગની સુવિધા

જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લા ખાતે પ્રવાસીઓની સતત વધતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા મહત્વના ફેરફાર કરવામાં આવનાર છે. આ આયોજન અંતર્ગત મજવેડી ગેટ તરફ પાર્કિંગ વ્યવસ્થા અને ટુરિસ્ટ ફેસિલિટી સેન્ટરના નિર્માણ માટે રૂ. 1.07 કરોડની માતબર રકમ ફાળવવામાં આવી છે. આ ઉપરાંત, ઉપરકોટ આવતા પ્રવાસીઓની સુવિધા અને સરળતા માટે ભવિષ્યમાં અહીં બે અત્યાધુનિક લિફ્ટ પણ મૂકવામાં આવશે, જેથી પ્રવાસીઓ કિલ્લાનું નિરીક્ષણ વધુ સારી રીતે કરી શકશે.

Harsh Sanghavi Tourism Grant

ધાર્મિક સ્થળો અને સોલાર પ્રોજેક્ટ્સ

રાજ્યના અન્ય મહત્વના મંદિરો માટે પણ ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે, જેમાં શંખલપુર સ્થિત ટોડા બહુચરાજી મંદિર ખાતે પેવર બ્લોક અને સોલાર રૂફટોપની કામગીરી માટે રૂ 60.64 લાખ ફાળવવામાં આવ્યા છે. અમરેલીના સુડાવડમાં આવેલા ખોડિયાર મંદિર ખાતે સત્સંગ હોલ અને પાર્કિંગ શેડ જેવી સુવિધાઓ માટે રૂ. 49.80 લાખની મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત, વલસાડના ઘાટકેશ્વર મહાદેવ મંદિરના સર્વાંગી વિકાસ માટે રૂ. 1.80 કરોડની માતબર રકમ ફાળવાઈ છે, જેનો ઉપયોગ રિવરફ્રન્ટ ઘાટ, આકર્ષક લેન્ડસ્કેપિંગ અને બાળકો માટે ચિલ્ડ્રન પ્લે એરિયા તૈયાર કરવા માટે કરવામાં આવશે.

ઐતિહાસિક વારસાનું જતન

ઐતિહાસિક ધરોહર અને સાંસ્કૃતિક વારસાના જતન માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે, જે અંતર્ગત 19717માં મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત ગોધરા ગાંધી આશ્રમના નવીનીકરણ માટે રૂ. 3.36 કરોડની માતબર ગ્રાન્ટ ફાળવવામાં આવી છે જેથી આ ઐતિહાસિક વારસાને જીવંત રાખી શકાય. આ ઉપરાંત, આદિવાસી સંસ્કૃતિના ગૌરવ સમાન ડાંગ દરબાર 2026ના ભવ્ય આયોજન માટે અત્યારથી જ રૂ. 1.25 કરોડની વિશેષ નાણાકીય જોગવાઈ કરી દેવામાં આવી છે, જે આદિવાસી પરંપરાઓને વધુ વેગ આપશે.

આ વિકાસલક્ષી કામોથી ગુજરાતના પ્રવાસન નકશા પર શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ માટે નવી સુવિધાઓના દ્વાર ખુલશે અને સ્થાનિક રોજગારીમાં પણ વધારો થશે.


આ પણ વાંચો: આદિજાતિ જિલ્લા છોટાઉદેપૂરમાં ૧૩૧ કરોડ રૂપિયાના ૭૦ વિકાસ કામોની ભેટ

આ પણ વાંચો: ફાગવેલમાં CM ભૂપેન્દ્ર પટેલે રૂ.348 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું

આ પણ વાંચો: 2014 થી 2024 સુધીમાં 17.1 કરોડ નોકરીઓનું સર્જન’, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાનો મોટો દાવો