Bhupendra Patel/ ફાગવેલમાં CM ભૂપેન્દ્ર પટેલે રૂ.348 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડા જિલ્લાના ફાગવેલ ખાતે વીર ભાથીજી મહારાજના ચરણોમાં શીશ ઝુકાવી જિલ્લાના સર્વાંગી વિકાસ માટે રૂ. 348 કરોડથી વધુ રકમના 31 વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા. આ પ્રસંગે તેમણે જાહેરાત કરી હતી કે, નવનિર્મિત ફાગવેલ તાલુકાના વહીવટને વેગ આપવા માટે અત્યાધુનિક તાલુકા સેવા સદનનું નિર્માણ એક જ વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે.

Gujarat
Bhupendra Patel

Bhupendra Patel: જનમેદનીને સંબોધતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ફાગવેલ એ શૌર્ય અને શ્રદ્ધાની પવિત્ર ધરતી છે, જેને માત્ર ગુજરાત જ નહીં, સમગ્ર દેશ જાણે છે. વર્ષ 2002માં તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાનના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની અસ્મિતાને ઉજાગર કરવા ‘ગુજરાત ગૌરવ યાત્રા’ની શરૂઆત અહીંથી જ કરી હતી. આજે તે વિકાસ યાત્રા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિશ્વ કક્ષાએ પહોંચી છે.

સોમનાથ સ્વાભિમાન પર્વની ઊજવણી નો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અસ્મિતા, સંસ્કૃતિ અને સનાતન ધર્મનું ગૌરવ હંમેશા ઉજાગર કર્યું છે. સોમનાથની રક્ષા કરનાર વીર હમીરજી ગોહેલ અને ગૌરક્ષા માટે બલિદાન આપનાર ભાથીજી મહારાજ જેવી વિભૂતિઓના ગૌરવ અપાવવાની સાથે વડાપ્રધાને વિકાસની રાજનીતિથી વિકાસનો ઇતિહાસ રચ્યો છે, તેમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.

BHUPENDR PATEL
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત 2047’ ના વિઝનનો ઉલ્લેખ કરતા  મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે (Bhupendra Patel) જણાવ્યું કે, કેન્દ્ર સરકારનું આ વર્ષનું બજેટ ‘કર્તવ્ય’ પર આધારિત છે. વડાપ્રધાન પ્રેરિત ‘વોકલ ફોર લોકલ’ અને ‘હર ઘર સ્વદેશી’ ના મંત્ર અપનાવી વિકસિત ખેડાથી વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની યાત્રામાં સહભાગી થવા ઉપસ્થિત સૌને આહવાન કર્યું હતું.
BHUPENDR PATEL FAGVEL
BHUPENDR PATEL FAGVEL

કેબિનેટ મંત્રી  રમણ સોલંકીએ ખેડા જિલ્લાના આસ્થાના કેન્દ્ર સમાન ફાગવેલ ખાતે ભવ્ય કાર્યક્રમ બદલ અભિનંદન પાઠવીને વીર ભાથીજી મહારાજ પ્રત્યે શ્રદ્ધા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, પવિત્ર ધામના આંગણે આજે વિકાસનો નવો સૂરજ ઉગ્યો છે.

સિંચાઈ, પાણી પુરવઠા અને ગ્રામીણ માળખાગત સુવિધાઓના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયેલા વિકાસલક્ષી કામોની ભેટ ફાગવેલ અને ખેડા જિલ્લાની કાયાપલટ કરશે, તેમ મંત્રીશ્રી સોલંકીએ સગર્વ ઉમેર્યું હતું. નવો તાલુકો બનવાથી વહીવટી પ્રક્રિયાઓ સરળ બનશે અને પ્રજાની સુખાકારીમાં વધારો થશે, તેવો દ્રઢ વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.


આ પણ વાંચો:ભારત-યુ.એસ. ટ્રેડ ડીલ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રતિક્રિયા

આ પણ વાંચો:દ્વારકાધીશના શરણે CM ભૂપેન્દ્ર પટેલ, જગતમંદિરમાં પાદુકા પૂજન કરી આશીર્વાદ મેળવ્યા

આ પણ વાંચો:CM ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ-મહેસાણા હાઇવે 8-લેન કરવા મંજૂરી આપી, ઉત્તર ગુજરાતના ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ