EPFO Interest Rules After Job Resignation: જો તમે અધવચ્ચે જ નોકરી છોડી દીધી હોય અથવા કોઈ કારણસર બેરોજગાર હોવ, તો પણ તમારા PF ખાતામાં રહેલા નાણાં વધતા રહેશે. અત્યાર સુધી એવી માન્યતા હતી કે નોકરી છોડ્યાના ૩ વર્ષ પછી વ્યાજ મળતું બંધ થઈ જાય છે, પરંતુ EPFO (એમ્પ્લોઈ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન) ના વર્તમાન નિયમો આ વાતને ભ્રામક સાબિત કરે છે.
શું છે EPFOનો નવો નિયમ?
EPFO ના જણાવ્યા અનુસાર, જો કોઈ કર્મચારી 40, 45 કે 50 વર્ષની ઉંમરે નોકરી છોડે છે અને પોતાના PF ખાતામાંથી નાણાં ઉપાડતો નથી, તો તેનું ખાતું ‘ઈનઓપરેટિવ’ (નિષ્ક્રિય) ગણાતું નથી. આ ખાતામાં કર્મચારીની ૫૮ વર્ષની ઉંમર સુધી વ્યાજ જમા થતું રહેશે, ભલે તેમાં નવો ફાળો જમા ન થતો હોય.

58 વર્ષ પછી શું?
જ્યારે ખાતાધારક 58 વર્ષની ઉંમર પૂર્ણ કરે છે, ત્યારે તેનું PF ખાતું સત્તાવાર રીતે “ઈનઓપરેટિવ” બની જાય છે. આ ઉંમર પછી ખાતામાં વ્યાજ મળવાનું બંધ થઈ જાય છે. તેથી, EPFO સલાહ આપે છે કે 58 વર્ષની ઉંમર પછી તાત્કાલિક પોતાની રકમ ઉપાડી લેવી જોઈએ અથવા યોગ્ય ટ્રાન્સફરનો નિર્ણય લેવો જોઈએ.
નિવૃત્ત કર્મચારીઓ માટે અલગ જોગવાઈ
જે કર્મચારીઓ 58 વર્ષની વય સુધી નોકરીમાં ચાલુ રહે છે અને ત્યારબાદ નિવૃત્ત થાય છે, તેમના માટે નિયમ થોડો અલગ છે. આવા કિસ્સામાં, નિવૃત્તિ પછી પણ જો રકમ ઉપાડવામાં ન આવે, તો આગામી ૩ વર્ષ સુધી (એટલે કે 61 વર્ષની ઉંમર સુધી) વ્યાજ મળતું રહે છે.
ખાતાધારકોએ રાખવી આ સાવચેતી
વ્યાજનો સતત લાભ મેળવવા માટે તમારું UAN (Universal Account Number) સક્રિય રાખવું અનિવાર્ય છે. ખાસ નોંધવા જેવી બાબત એ છે કે નોકરી છોડ્યા પછી તમારા પીએફ ખાતા પર જે વ્યાજ જમા થાય છે, તે આવકવેરા (Income Tax)ને પાત્ર હોઈ શકે છે. આથી, જો તમે નવી નોકરી શરૂ કરો છો, તો જૂના PF બેલેન્સને નવા ખાતામાં ટ્રાન્સફર કરી લેવું વધુ હિતાવહ છે, જેથી તમને ચક્રવૃદ્ધિ વ્યાજનો મહત્તમ ફાયદો મળતો રહે.
આ પણ વાંચો: ATM થી કાઢી શકાશે PF ના પૈસા..AI કરશે મદદ…EPFO 3.0 Rule: 8 કરોડ લોકો માટે ખુશખબર!
આ પણ વાંચો: EPFO ની ભેટ,ઓટો-સેટલમેન્ટ મર્યાદા ₹1 લાખથી વધારીને ₹5 લાખ કરવામાં આવી, PF ઉપાડ સરળ બન્યો
આ પણ વાંચો: EPFO વર્ઝન 3.0 થશે લોન્ચ, 9 કરોડથી વધુ લાભાર્થીઓને થશે ફાયદો
