Gujarat Government MRI Machine Purchas: રાજ્યના દર્દીઓને ઘરઆંગણે ઝડપી અને સચોટ નિદાન મળી રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા આધુનિક તબીબી સાધનોની સુવિધામાં મોટો વધારો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા કુલ ₹178.54 કરોડના ખર્ચે 14 નવા અદ્યતન MRI મશીનોની ખરીદી કરવામાં આવી છે. આ મશીનો રાજ્યની વિવિધ સિવિલ અને GMERS હોસ્પિટલોમાં કાર્યરત કરવામાં આવશે.
એક MRI Machineની કિંમત ₹12.75 કરોડ
નવીન ખરીદવામાં આવેલા આ MRI મશીનો અત્યંત આધુનિક 1.5 ટેસ્લા ટેકનોલોજી ધરાવે છે. આ ટેકનોલોજીની મદદથી દર્દીઓના રોગનું નિદાન વધુ ઝડપી અને ગુણવત્તાયુક્ત રીતે થઈ શકશે. એક MRI મશીનની અંદાજિત કિંમત ₹12.75 કરોડ છે.

કયા શહેરોને મળશે આ સુવિધા?
રાજ્યના વિવિધ જિલ્લાઓના દર્દીઓને હવે MRI કરાવવા માટે ખાનગી લેબોરેટરી કે અન્ય શહેરોમાં ધક્કા નહીં ખાવા પડે, કારણ કે સિવિલ અને GMERS હોસ્પિટલોમાં આ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ મશીનો અમદાવાદ, સુરત, વડોદરા અને જામનગરની સિવિલ હોસ્પિટલોમાં કાર્યરત થશે. આ ઉપરાંત, ધારપુર (પાટણ), વડનગર, વલસાડ, જૂનાગઢ, નવસારી, રાજપીપળા, ગોધરા, પોરબંદર, મોરબી અને વિસનગરની GMERS હોસ્પિટલોમાં પણ દર્દીઓને MRI ની સુવિધા મળી રહેશે.
સસ્તી અને સુલભ આરોગ્ય સેવા
સામાન્ય રીતે ખાનગી સેન્ટરોમાં MRI રિપોર્ટ કરાવવો મધ્યમ અને ગરીબ વર્ગ માટે ખર્ચાળ હોય છે. હવે સરકારી હોસ્પિટલોમાં આ અદ્યતન મશીનો મુકાતા ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને રાહત દરે અથવા મફતમાં નિદાનની સુવિધા મળશે. તેનાથી નિદાનમાં થતો વિલંબ ઘટશે અને દર્દીઓની સારવાર સમયસર શરૂ કરી શકાશે.
આ પણ વાંચો: અમદાવાદમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની અસર: શાહીબાગ અંડરબ્રિજ 5 દિવસ બંધ
આ પણ વાંચો: ભારતની પહેલી બુલેટ ટ્રેન ઓગસ્ટ 2027માં દોડશે
આ પણ વાંચો: અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન માટે 100 મીટર લાંબો લોખંડનો પુલ લોન્ચ
