જેતપુર નો સાડી ઉદ્યોગ હવે તેના દ્વારા ઓકવા માં આવતા પાણી ના પ્રદુષણ ને લઈ ને બદનામ થઇ રહયો છે, અહીં ના પ્રદુષણ ના માફિયા ઓ દ્વારા જે છાસ વારે પ્રદુષણ ઓકવા માં આવે છે તને લઈને ભૂગર્ભ જળ અને ખેડતો ની જમીન બંજર બની રહી છે, અને ખેડૂતો પોતાનો આક્રોશ ઠાલવી રહ્યા છે જયારે તેને સાંભળનાર કોઈ નથી, આ પ્રદુષણ અહીં 20 વર્ષ થી ઉપર થી વધારે ફેલાવા માં આવે છે આમ છતાં હજુ કોઈ ઉકેલ નથી આવ્યો, જેને લઈને અવારનવાર ખેડૂતો નો રોષ બહાર આવતો રહે છે ,
જેતપુર નું નામ આવે એટલે સામે જગ વિખ્યાત સાડી ઉદ્યોગ નું નામ તારી આવે, અહીં બનતી કોટન પ્રિન્ટ સાડી અને ડ્રેસ મટીરીયલ ભારત અને દુનિયા વખણાય છે, હાલ આ ઉદ્યોગ તેના નામ પ્રમાણે બદનામ થઇ રહ્યો છે, કારણ કે સાડી ઉદ્યોગ ના પ્રોસેસ હોઉસ દ્વારા જે કોટન કપડાં ને પ્રોસેસ કરી ને કેમિકલ વાળું પાણી છોડવા માં આવે છે તને હિસાબે અહીં ની આસપાસ કેમિકલ પ્રદુષણ પાયે ફેલાય ચૂક્યું છે, આ પ્રદુષણ નું ઝેર પ્રથમ તો જેતપુર ની ભાદર નદી ને પ્રદુષિત કર્યા બાદ આસ પાસ ના ચેક ડેમો પણ પ્રદુષિત થઇ ગયા છે, અને હવે આજ પ્રદુષણ હવે જેતપુરની આસપાસ ના ગામડા ની ખેતરો ની જમીન અને ભૂગર્ભ જળ ને પ્રદુષિત કરી રહ્યા છે, આ પ્રદુષણ કેમ અને કોણ કરી રહ્યું છે તે પણ જાણવા જેવું છે, જેતપુર ના પ્રોસેસ હૉઉસ દ્વારા અને કારખાના ઓ દ્વારા કેમિકલ યુક્ત પ્રદુષિત પાણી નીકેળે તેને આ કારખાના ના ડાઇંગ અને પ્રિન્ટિંગ એસોસિયેશન ના સંયુક્ત CETP કે પાણી ફિલ્ટર પ્લાન્ટ દ્વારા આ પ્રદુષિત પાણી શુદ્ધ કરી ને બહાર છોડવા નો નિયમ છે પરંતુ જેતપુર ના જ આ પ્રિન્ટિંગ એસોસિયેશન દ્વારા જ આ બાબતે ઘોર બેદરકારી દાખવવા માં આવે છે અને પ્રદુષિત પાણી સુધી કર્યા વગર છોડી દેવા માં આવે છે.
જેતપુર ડાઇંગ એસોસિયેશન ના સામુહિક ફિલ્ટર પ્લાન્ટ કે પાણી શુદ્ધિકરણ દ્વારા જ અપૂરતું સુધુ કરી ને છોડી દેવા માં આવે છે, જે પ્રદુષિત પાણી ના જેતપુર ની બહાર આવેલ મોટા મોટા ખાડા ઓ પ્રદુષિત પાણી ના તળાવો માં ફેરવાઈ ગયા છે, પ્રથમ દ્રષ્ટિ દેખાતા મોટા તળાવ એ સંપૂર્ણ રીતે પ્રદુષિત પાણી થી ભરેલા છે અને. આ પ્રદુષિત પાણી ભયંકર રીતે દુર્ગંધ અને પ્રદુષિત છે જેની બાજુ પણ ઉભું રહી શકાય તેમ નથી, જે પ્રદુષિત પાણી જેતપુર અને આસપાસ ના ગ્રામ્ય વિસ્તારો ને પણ પ્રદુષિત કરી રહ્યા છે, જેને લઈ ને પ્રથમ તો જેતપુર ની ભાદર નદી પ્રદુષિત થઇ ત્યાર બાદ છપરવાડી નદી ને તેની ઉપર ના ચેક ડેમ પ્રદુષિત થયા અને હવે આ પ્રદુષિત પાણી જમીન ની અંદર ઉતરી ને ભૂગર્ભ જળ ને પ્રદુષિત કરી નાખ્યા છે.
પ્રદુષિત પાણી ને લઈએ ખેડૂતો ને શું પરેશાની થાય છે શા માટે ખેડૂતો આ પ્રદુષણ નો વિરોધ કરી રહ્યા છે તે પણ જાણવું જરૂરી છે, જેતપુર ના આ પ્રદુષિત પાણી હવે ગટરો, નદી, ચેક ડેમ છોડી ને હવે જમીન માં ભૂગર્ભ માં ઉતરી ગયા છે અને ભગર્ભ જળ ને પ્રદુષિત કરી નાખ્યા છે, જે પ્રદુષિત જળ એ ખેડૂતો ના ખેતરો ના કુવા અને બોરબેલ ના પાણી ને દુષિત કરી નાખતા હવે આ જ પાણી ખેડુતોના ના ખેતરો ની જમીન ને બગાડી નાખી છે, ખેતરો માં જે મગફળી ને કપાસ ના પાક લીલા છમમ જોઈ રહ્યા છો તે હક્કીકત માં નીચે અને જમીન ની અંદર થી સડી અને ખરાબ થયેલ છે, જમીન ની અંદર જ મગફળી છે ખરાબ થઇ અને પાક નિષ્ફ્ળ જય રહ્યો છે, જયારે પાક ની પણ એજ હાલત છે,
જેતપુર ના જે સાડી ઉદ્યોગ ના સામુહિક ફિલ્ટર પ્લાન્ટ ની પાછળ જે મોટા મોટા તળાવ જેવડા ખાડા ઓ પ્રદુષિત પાણી થી ભરેલા છે જેને હિસાબે આ વિસ્તાર ની આસપાસ ના ભૂગર્ભ જળ પ્રદુષિત થઇ ગયા છે આજેને હિસાબે અંદાજિત 1500 વીઘા જેટ્લી ખેતી ની જમીન માત્ર આ વિસ્તાર માં જ ખરાબ થઇ ગઈ છે અને ધીમે ધીમે બંજર બની રહી છે, જેને લઈને આ વિસ્તાર ના ખેડૂતો એ પોતાની જમીન ઉપર ઉભા રહી ને પ્રદુષણ માફિયા ઓ હાય હાય અને પ્રદુષણ બંધ કરો, GPCP હાય હાય ના નારા લગાવ્યા હતા, અને તાત્કાલિક ધોરણે આ પ્રદુષણ બંધ કરવા ની માંગણી કરી હતી
આ પ્રદુષિત પાણી ની તીવ્રતા ખુબજ છે જે ધીમે ધીમે જે જમીન ઉપર પડે તેને બંજર અને રણ માં ફેરવી રહી છે, જયારે આ પાણી ને ખેડિત ની કાળી જમીન ઉપર ફેલાય ત્યારે જમીન ઉપર એક કેમિકલ અને આ પાણી નો થર જામી જાય છે જે જમીન ની અંદર 2 થી 6 ઇંચ સુધી ઉતરી જાય છે જેને હિસાબે જમીન ના પોશાક તત્વો નાશ પામે છે અને આ જમીન માં ઉગાડેલ ખેતી ના પાકો ઉગતા નથી જેને પરિણામે પાક નુકશાન થાયે છે, જે થી ખેડૂતો આ પ્રદુષણ ને તાત્કાલિક બંધ નહિ થાય તો ખેડૂતો પાયમાલ થશે તે ચોક્કસ છે , ખેડૂતો અને સામાજિક સંસ્થા દ્વારા આ બાબતે GPCB અને સરકાર ને અવારનવાર રજુઆત કરેલી છે, પરંતુ કોઈ નક્કર પગલાં લેવા માં આવતા નથી
ઉદ્યોગો ના વિકાસ સાથે સાથે ખેતી ની જમીન ની જાળવણી પણ એટલીજ જરૂરી છે, ત્યારે પ્રદુષણ ને નિયંત્રણ કરી ને કાયમી ઉકેલ આવે સાથે સાથે ઉદ્યોગો પણ જળવાઈ રહે અને ખેતી ની જમીન પણ ખરાબ ન થાય એવા યોગ્ય ઉપાય ની જરૂરી છે
એક વરસ પહેલા ગ્રામ પચાયત દ્વારા પણ સર્વ કરવામાં પણ સાબિત થયેલ કે પ્રદુષિત પાણી થી પાક નિસ્ફળ ગયેલ હતો તેવું તેમના લેટર ઉપર પણ આપેલ લખી હતી. આ પ્રદુષણ બાબતે GPCB ના અધિકારી ને પૂછતાં કાંઈ કહેવાનો ઇન્કાર કરી દીધો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
