રામ રાખે તેને કોણ ચાખે આ કહેવતને સાચી કરતો એક કિસ્સો સામે આવ્યો છે.દમણમાં એક બાળક ત્રીજા માળેથી પટકાયો હતો.જો કે તે પટકાતા તેને ઝીલવા લોકો દોડી આવ્યા હતા.બાળક બચી તો ગયો હતો પણ તેને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
દમણમાં ત્રીજા માળેથી પટકાયેલો એક બાળક બીજા માળે જાળીમાં અટક્યા બાદ તે જમીન પર પડ્યો હતો.જોકે અહીં હાજર કેટલાક લોકોએ સમયસૂચકતા વાપરીને તેને ઝીલી લીધો હતો.લોકો દ્વારા તેને ઝીલી લેવામાં આવતા તેનો આબાદ બચાવ થયો હતો.
મળતી માહિતી અનુસાર એક અઢી વર્ષ નો બાળક તેના ઘરમાં રમતો હતો ત્યારે ગ્રીલ વગરની ગેલેરીમાંથી પટકાયો હતો.જો કે એ બીજા માળે લાગેલી જાળીમાં અટક્યો હતો અને નીચે પડે એ પહેલા લોકો એને કેચ કર્યો હતો અને બાળકનો આબાદ બચાવ થયો હતો.
આપને જણાવી દઈએ કે આ બાળકને કેચ કરવાનો વિડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે.ત્રીજા માળે રમતા રમત બાળક નીચે પડ્યો હતો પરંતુ બાળક નો ચમત્કારિક બચાવ થયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
