Breaking News: બનાસકાંઠા જિલ્લાના વાવ-થરાદ વિસ્તારના લાખણી તાલુકાના કૂવાણા ગામે ધોળા દિવસે બનેલી હત્યા (Banaskantha Murder Case)ની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી છે. જેતડા-દિયોદર હાઈવે પર આવેલા એક પાર્લર પાસે ત્રણ હુમલાખોરોએ એક યુવાન પર જીવલેણ હુમલો કરીને તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો.
ઘટનાની ગંભીરતા એ છે કે સમગ્ર હુમલો આસપાસ લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગયો હતો, જેના ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.
હથિયારો સાથે તૂટી પડ્યા હુમલાખોરો
પ્રાથમિક માહિતી મુજબ, હાઈવે પર આવેલી ‘ભવાની પાર્લર એન્ડ ટી સ્ટોલ’ પાસે એક યુવાન ઉભો હતો. તે દરમિયાન ત્રણ અજાણ્યા શખ્સો અચાનક ત્યાં પહોંચ્યા હતા. હુમલાખોરો પાસે ધારિયા, છરી અને અન્ય ઘાતક હથિયારો હોવાનું જાણવા મળ્યું છે. તેઓએ યુવાન પર અચાનક હુમલો કરીને ઉપરાઉપરી ઘા ઝીંક્યા (Banaskantha Murder Case) હતા.હુમલો એટલો ગંભીર હતો કે યુવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો અને ઘટનાસ્થળે જ તેનું મોત નીપજ્યું હતું.
Banaskantha Murder Case: ઘટનાને અંજામ આપીને ફરાર
હત્યા (Banaskantha Murder Case)ને અંજામ આપ્યા બાદ ત્રણેય હુમલાખોરો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં હુમલાખોરો ભાગી છૂટ્યા હતા.
CCTV ફૂટેજ બન્યું તપાસનું મુખ્ય કડી
પાર્લર અને આસપાસના વિસ્તારમાં લાગેલા CCTV કેમેરામાં સમગ્ર હુમલો કેદ થયો હોવાનું સામે આવ્યું છે.પોલીસ હાલમાં વાયરલ થયેલા ફૂટેજના આધારે હુમલાખોરોની ઓળખ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. ફૂટેજમાં દેખાતા ચહેરા, વાહન અને હલનચલનની વિગતોના આધારે તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.
મૃતક અને હુમલાખોરો સ્થાનિક નહીં હોવાની આશંકા
પોલીસની પ્રાથમિક તપાસમાં એવી માહિતી મળી છે કે મૃતક યુવક તેમજ હુમલાખોરો સ્થાનિક વિસ્તારના નથી. તેઓ બહારના વિસ્તારના હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.હાલ મૃતકની ઓળખ અને હત્યા પાછળનું કારણ જાણવા માટે તપાસ ચાલી રહી છે.
પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો
ઘટનાની જાણ થતાં જ જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ, DySP, PI સહિતનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો છે અને આસપાસના વિસ્તારોમાં તપાસ શરૂ કરી છે.
અલગ-અલગ ટીમો તપાસમાં જોડાઈ
દિયોદર પોલીસે અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ હત્યા (Banaskantha Murder Case) ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આરોપીઓની ઓળખ અને ધરપકડ માટે અલગ-અલગ ટીમો કાર્યરત કરવામાં આવી છે.પોલીસ હાઈવે અને આસપાસના વિસ્તારોમાં ચેકિંગ પણ કરી રહી છે. હત્યા પાછળ જૂની અદાવત, વ્યક્તિગત વેરઝેર કે અન્ય કોઈ કારણ જવાબદાર છે કે કેમ તે અંગે તપાસ ચાલી રહી છે.પોલીસનું કહેવું છે કે આરોપીઓની ઓળખ અને ધરપકડ બાદ સમગ્ર ઘટનાનો સાચો ભેદ ખુલશે.
આ પણ વાંચો:થરાદના જામદા પુલ પાસે નર્મદા કેનાલમાં ચાર લોકોએ કર્યો આત્મહત્યાના પ્રયાસની શંકા
આ પણ વાંચો:બનાસકાંઠાના થરાદમાં ઓનર કિલિંગનો ચોંકાવનારો કેસ, પિતા-કાકા સામે હત્યાનો આરોપ!
આ પણ વાંચો:વાવ-થરાદના દિયોદરના સોની ગામે યુવક-યુવતીના આપઘાતનો બનાવ
