Banas kantha News: બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના દાંતીયા ગામે ઓનર કિલિંગની ઘટનાએ ચકચાર મચાવી છે. યુવતી ચંદ્રિકા ચૌધરી, જે પાલનપુરમાં NEET પરીક્ષાની તૈયારી કરતી હતી, તેની પ્રેમસંબંધને કારણે તેના પિતા સેંધાભાઈ ચૌધરી અને કાકા શિવરામ પટેલે હત્યા કરી હોવાનો આરોપ છે.
યુવતીના પ્રેમી હરેશ ચૌધરી સાથેના સંબંધથી નારાજ પરિવારે તેને ભણવાની મનાઈ કરી હતી. ચંદ્રિકાએ હરેશને મેસેજમાં જણાવ્યું હતું, “પરિવાર મને બળજબરીથી લગ્ન કરાવશે અથવા મારી નાખશે, મને બચાવ.”4 જૂન, 2025ના રોજ ચંદ્રિકા અને હરેશે અમદાવાદમાં મૈત્રી કરાર કરી સાથે રહેવાનું શરૂ કર્યું.
પરિવારની ફરિયાદ બાદ થરાદ પોલીસે 12 જૂને બંનેને રાજસ્થાનથી પકડી લીધા. ચંદ્રિકાને પરિવારને સોંપી, જ્યારે હરેશની અન્ય ગુનામાં ધરપકડ થઈ.
[fvplayer id=”7″]
24 જૂનની રાત્રે, પિતા અને કાકાએ ચંદ્રિકાને દૂધમાં ઊંઘની ગોળીઓ આપી, ગળે ટૂંપો દઈ હત્યા કરી. હત્યાને આત્મહત્યા ગણાવી, રાતોરાત અંતિમ સંસ્કાર કરી પુરાવા નષ્ટ કર્યા.
હરેશે 23 જૂનના રોજ ગુજરાત હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ દાખલ કર્યું, જે બાદ દાંતા ASPની તપાસમાં હત્યાનો ખુલાસો થયો. થરાદ પોલીસે શિવરામ પટેલની અટકાયત કરી, અને પિતા સેંધાભાઈ સામે પણ FIR નોંધાઈ. આ ઘટનાએ સમાજમાં ઓનર કિલિંગની ગંભીર સમસ્યા ઉજાગર કરી છે.
આ પણ વાંચો: જો આવું ન કર્યુ તો અમદાવાદ પ્લેન ક્રેશના મૃતકોની આત્મા ભટકશે… એક શખ્સે વીડિયોમાં કર્યો ચોંકાવનારો દાવો
આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશમાં બ્લેક બોક્સમાં છેલ્લી દસ મિનિટનું રેકોર્ડિંગ જ નહી, કાવતરાની આશંકા
આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાના રિપોર્ટથી કઈ કઈ શંકાઓ દૂર થઈ, હજી સુધી શું જાણી શકાયું નથી?
