New Delhi News: દિલ્હીના કેશવપુરમ વિસ્તારમાં (Delhi Keshavpuram Murder) એક હચમચાવી નાખે તેવી હત્યાની ઘટના સામે આવી છે. 20 વર્ષની યુવતીની તેના જ ઘરમાં ઘૂસી ગોળી મારીને(Woman Shot Dead) હત્યા કરવામાં આવી હતી. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે, જ્યારે પોલીસે આરોપીને ઝડપવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
Delhi Keshavpuram Murder: ઘરમાં ઘૂસી કપાળમાં ગોળી મારી હત્યા
પોલીસના પ્રાથમિક તપાસ મુજબ, હુમલાખોર યુવતીનો ઓળખીતો હતો. આરોપી ઘરમાં પ્રવેશ્યા બાદ યુવતીના કપાળમાં ગોળી મારી ફરાર થઈ ગયો હતો. ગોળી વાગતા યુવતીનું ઘટનાસ્થળે જ મોત થયું હોવાનું જણાવાયું છે.
આરોપી ફરાર, પોલીસના સતત દરોડા
ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ સ્થળ (Police Investigation) પર પહોંચી હતી અને પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આસપાસના વિસ્તારમાં તપાસ શરૂ કરી છે તેમજ આરોપીને પકડવા માટે વિવિધ સ્થળોએ સતત દરોડા પાડી રહી છે.
હુમલાનું કારણ જાણવા તપાસ ચાલુ
હાલ પોલીસે હત્યાનું ચોક્કસ કારણ જાહેર કર્યું નથી. આરોપી અને મૃતક વચ્ચેના સંબંધ તેમજ ઘટનાનું કારણ જાણવા પોલીસ વિવિધ દિશામાં તપાસ કરી રહી છે. અધિકારીઓનું કહેવું છે કે આરોપીને ઝડપ્યા બાદ સમગ્ર ઘટનાક્રમ સ્પષ્ટ થઈ શકશે.
આ પણ વાંચો: મગ ખરીદી મુદ્દે મધ્યપ્રદેશમાં ખેડૂતોનો વિરોધ યથાવત, સરકાર સાથેની વાટાઘાટો નિષ્ફળ
આ પણ વાંચો: ભારતની ચોખાની નિકાસમાં 5%નો વધારો, બિન-બાસમતી ચોખાએ સંભાળી બજાર
