Patan News/ પાટણમાં પોલીસ સામે પોલીસ! પોલીસ કોન્સ્ટેબલે ASIનું ગળું દબાવી કર્યો હત્યાનો પ્રયાસ

ASI Attack: પાટણના રાધનપુર DySP કચેરીમાં નિવેદન આપવા આવેલા કચ્છના પોલીસ કોન્સ્ટેબલે ASI પર ગળું દબાવી જીવલેણ હુમલો કર્યો..જાણો સમગ્ર મામલો

Top Stories Gujarat
ASI Attack: કોન્સ્ટેબલે કર્યો જીવલેણ હુમલો

Patan News: પાટણ જિલ્લાના રાધનપુરમાં પોલીસ વિભાગને શરમમાં મૂકે તેવી ગંભીર ઘટના સામે આવી છે. રાધનપુર DySP કચેરીમાં ફરજ બજાવતા એક ASI પર કચ્છના આડેસર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલે(Police Constable Attack) પોતાના બે સાથીદારો સાથે મળીને જીવલેણ (ASI Attack) હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. હુમલા દરમિયાન ASIનું ગળું દબાવી જાનથી મારી નાખવાનો (Attempt to Murder) પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો આરોપ છે. સમગ્ર ઘટનાને પગલે પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે.

ASI Attack: નિવેદન નોંધાવવા આવેલા ત્રણ શખ્સો વિવાદમાં સપડાયા

પ્રાપ્ત માહિતી મુજબ, કચ્છના આડેસર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ ભરત આહિર પોતાના સાથીદારો આયર શંકરભાઈ અને લક્ષ્મણ ઉર્ફે લાલો સાથે એક કેસમાં નિવેદન નોંધાવવા માટે રાધનપુર DySP કચેરી પહોંચ્યા હતા. નિવેદનની પ્રક્રિયા દરમિયાન કોઈ મુદ્દે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ હતી.

ASI સાથે ગાળાગાળી બાદ હુમલો

આરોપ છે કે ત્રણેય શખ્સોએ ASI સાથે ગાળાગાળી કરીને સરકારી ફરજમાં અવરોધ ઊભો કર્યો હતો. વિવાદ વધુ ઉગ્ર બનતાં કોન્સ્ટેબલ ભરત આહિરે ASI પર સીધો હુમલો કરી તેમનું ગળું દબાવી જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાને કારણે કચેરીમાં હાજર અન્ય કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી.

આત્મવિલોપનની ધમકીથી માહોલ વધુ તંગ બન્યો

ASI Attack: કોન્સ્ટેબલે કર્યો જીવલેણ હુમલો
આરોપી લક્ષ્મણ ઉર્ફે લાલો

હુમલા બાદ આરોપીઓએ કચેરી પરિસરમાં જ આત્મવિલોપન કરવાની ધમકીઓ પણ આપી હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાને પગલે પરિસ્થિતિ વધુ તંગ બની હતી અને પોલીસ દ્વારા તાત્કાલિક સ્થિતિ કાબૂમાં લેવામાં આવી હતી.

ASI Attack: કોન્સ્ટેબલે કર્યો જીવલેણ હુમલો
પોલીસ કર્મચારી ભરત આહિર
ASI Attack: કોન્સ્ટેબલે કર્યો જીવલેણ હુમલો
ભોગ બનનાર

હત્યાના પ્રયાસ સહિત ગંભીર ગુનો નોંધાયો

બનાવ બાદ પોલીસે કોન્સ્ટેબલ ભરત આહિર, આયર શંકરભાઈ અને લક્ષ્મણ ઉર્ફે લાલો સામે હત્યાના પ્રયાસ, સરકારી ફરજમાં રૂકાવટ અને આત્મવિલોપનની ધમકી સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. સમગ્ર ઘટનાની તપાસ ચાલી રહી છે.


આ પણ વાંચો: જામનગરમાં સ્ટેટ મોનિટરિંગ સેલનો મેગા દરોડો, રૂ.1.08 કરોડનો વિદેશી દારૂ ઝડપાયો

આ પણ વાંચો: PI જે.બી. અગ્રાવત વિરુદ્ધનો હાઈકોર્ટનો આદેશ રદ, હવે ફરી થશે સુનાવણી

આ પણ વાંચો: AMCમાં સામાન્ય લોકો રાહ જુએ, VIP માટે લિફ્ટ રિઝર્વ? દાણાપીઠ મુખ્યાલય ચર્ચામાં