Banaskantha News: થરાદના (Tharad) જામદા પુલ પાસે મુખ્ય નહેરમાં ચાર લોકોએ આત્મહત્યાનો (Murder) પ્રયાસ કર્યો છે. નહેર પાસે એક મોટરસાઇકલ, મહિલાઓના ચંપલ અને બે મોબાઇલ ફોન મળી આવ્યા છે.આ વસ્તુઓના આધારે, ચારેય લોકોએ નહેરમાં કૂદી પડ્યા હોવાની શંકા છે.ઘટનાની જાણ કરવા માટે તાત્કાલિક થરાદ ફાયર વિભાગને બોલાવવામાં આવ્યો હતો. ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોંચી ગયું હતું અને નહેરમાં શોધખોળ શરૂ કરી હતી. ઘટનાની જાણ થતાં જ આસપાસના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા.સ્થાનિક વહીવટીતંત્ર નહેરમાં ડૂબી ગયેલા લોકોની ઓળખ અને શોધખોળનું કામ કરી રહ્યું છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. પોલીસ અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા વધુ તપાસ ચાલી રહી છે.
થરાદ મ્યુનિસિપલ ફાયર વિભાગે ગઈકાલે એક જ દિવસમાં ત્રણ અલગ-અલગ બચાવ કામગીરી હાથ ધરી હતી. ફાયર ઓફિસર વીરમજી રાઠોડના જણાવ્યા અનુસાર, પહેલો ફોન સવારે આવ્યો હતો. થરાદ-થીમા રોડ પર ઠાકર રેસિડેન્સી નજીક રોડ બાંધકામ દરમિયાન ખોદવામાં આવેલા ખાડામાં ગઈકાલે રાતથી એક ગાય ફસાઈ ગઈ હતી. ફાયર બ્રિગેડ તાત્કાલિક પહોંચી, ગાયને સુરક્ષિત રીતે બચાવી અને ખુલ્લામાં છોડી દીધી. બપોરે બીજો ફોન આવ્યો, જેમાં જણાવવામાં આવ્યું હતું કે ખાનપુર ગેટ પાસે એક યુવાન મુખ્ય નર્મદા કેનાલમાં કૂદી પડ્યો છે. બે કલાકની મહેનત પછી, ફાયર બ્રિગેડે યુવાનનો મૃતદેહ બહાર કાઢ્યો અને તેના પરિવારને સોંપ્યો. બપોરે ત્રીજો ફોન આવ્યો. સાંજ સુધી શોધખોળ કરવા છતાં કોઈ મૃતદેહ મળ્યો ન હતો. ફાયર બ્રિગેડે સવારથી સાંજ સુધી સતત કામ કર્યું હતું.
