World News/ ઝેલેન્સ્કીના વિમાન સાથે ડ્રોન અથડાવાની ખતરનાક ઘટના, નોર્વેના PMએ કરી પુષ્ટિ

નોર્વે જઈ રહેલા યુક્રેનિયન પ્રમુખ Volodymyr Zelenskyy ના વિમાન સાથે મોલ્ડોવામાં ડ્રોન નજીક આવવાની ખતરનાક ઘટના બની છે. નોર્વેના વડાપ્રધાને આ વાતની પુષ્ટિ કરી છે.

international Top Stories World
Volodymyr Zelenskyy

Volodymyr Zelenskyy Plane Incident: યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીની નોર્વે યાત્રા દરમિયાન એક ગંભીર સુરક્ષા ઘટના સામે આવી છે. ઓસ્લો જવા માટે મોલ્ડોવાથી ઉડાન ભરેલા તેમના વિમાનની નજીક એક અજાણ્યો ડ્રોન આવી પહોંચ્યો હતો અને વિમાન તેની ચપેટમાં આવતાં માંડ-માંડ બચ્યું હોવાની માહિતી સામે આવી છે. ઘટનાને લઈને હવે યુરોપમાં પણ હવાઈ સુરક્ષાને લઈને સવાલો ઊભા થયા છે.

નોર્વેના વડાપ્રધાને કરી પુષ્ટિ

આ મામલે નોર્વેના વડાપ્રધાન જોનાસ ગાર સ્ટોરેએ સરકારી પ્રસારક NRK સાથેની વાતચીતમાં ઘટનાની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે મોલ્ડોવાથી ટેકઓફ દરમિયાન ઝેલેન્સ્કીના(Volodymyr Zelenskyy) વિમાનને ડ્રોનના કારણે ગંભીર જોખમનો સામનો કરવો પડ્યો હતો. જોકે આ ઘટનાને લઈને યુક્રેનિયન અધિકારીઓ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર વિગતવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. ડ્રોન કોણનું હતું અને તે ત્યાં કેવી રીતે પહોંચ્યું તે અંગે પણ હજુ સ્પષ્ટતા થઈ નથી.

ડ્રોનના ખતરાથી ફ્લાઇટ થઈ મોડી

ઝેલેન્સ્કીની(Volodymyr Zelenskyy) ફ્લાઇટ મંગળવારે સાંજે સુરક્ષિત રીતે ઓસ્લો પહોંચી હતી. નોર્વેના વડાપ્રધાન કાર્યાલયના રાજ્ય સચિવ ભાનુજા રસિયાહે પણ જણાવ્યું હતું કે મોલ્ડોવાના એરસ્પેસમાં ડ્રોનનો ખતરો ઊભો થતાં ફ્લાઇટના સમયપત્રક પર અસર પડી હતી અને વિમાન નિર્ધારિત સમય કરતાં મોડું રવાના થયું હતું. આ ઘટનાએ ખાસ કરીને ઉચ્ચ કક્ષાના રાજકીય નેતાઓની હવાઈ સુરક્ષા વ્યવસ્થા અંગે ગંભીર ચિંતા ઊભી કરી છે.

Volodymyr Zelenskyy

નોર્વેમાં મહત્વપૂર્ણ કાર્યક્રમમાં હાજરી

સુરક્ષા જોખમ વચ્ચે પણ ઝેલેન્સ્કી(Volodymyr Zelenskyy) નોર્વે પહોંચ્યા હતા. તેમની મુલાકાત દરમિયાન તેમણે નોર્વેના નાણા મંત્રી જેન્સ સ્ટોલ્ટનબર્ગ સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ તેઓ દિવંગત રાજા હેરાલ્ડ પંચમના અંતિમ સંસ્કારમાં પણ હાજર રહ્યા હતા.

સોશિયલ મીડિયા પર આપી શ્રદ્ધાંજલિ

અંતિમ સંસ્કારમાં હાજરી આપ્યા બાદ ઝેલેન્સ્કીએ(Volodymyr Zelenskyy) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર રાજા હેરાલ્ડને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે નોર્વે તરફથી યુક્રેનને મળેલા સતત સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. ઝેલેન્સ્કીએ પોતાના સંદેશમાં જણાવ્યું કે યુક્રેન નોર્વેના સહકારને હંમેશા યાદ રાખશે. આ સહયોગ માત્ર નોર્વેની સરકાર તરફથી જ નહીં, પરંતુ શાહી પરિવાર અને દેશના લોકો તરફથી પણ મળ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું. હાલ ડ્રોનની ઓળખ અને ઘટનાની સંપૂર્ણ પરિસ્થિતિ અંગે તપાસ તથા વધુ સત્તાવાર માહિતીની રાહ જોવાઈ રહી છે.


આ પણ વાંચો: સિયોલના ડિફેન્સ ફોરમમાં ચીનને ફિલિપાઇન્સની આકરી ટકોર, રક્ષામંત્રીએ કહ્યું- થોડી તો શરમ કરો

આ પણ વાંચો: અમેરિકા-કેનેડા વેપાર યુદ્ધ વકર્યું, કેનેડાએ 600થી વધુ અમેરિકી વસ્તુઓ પર 50% સુધી ટેરિફ ઝીંક્યો

આ પણ વાંચો:H-1B Visa પર ટ્રમ્પનો મોટો દાવ, 97 લાખ રૂપિયાની ફીથી ભારતીયોની ચિંતા વધી