કોરોના મામલે સરકાર અને તંત્ર અનેક વખત પૂર્વે પણ વિવાદમાં આવી છે, પરંતુ આ કિસ્સામાં તો લોકો પણ કહી રહ્યા છે કે આ મામલે ગુસ્સે થવું કે સરકાર પર હસવું તે સમજાતું નથી. વાત જાણે એમ છે કે, જ્યારે રાજ્યભરની સાથે સાથે અમદાવાદમાં પણ કોરોના કહેર વરસાવી રહ્યો છે, ત્યારે કોરોના સામેની લડાઇને વધુ ધારદાર બનાવવા માટે તંત્ર દ્વારા અમદાવાદ શહેરમાં ઠેરઠેર કોરોના ચેકપોસ્ટ ઉભી કરી દેવામાં આવી છે.
અમદાવાદ મહાનગરપાલિકાએ શહેરના 48 વોર્ડ માં કોરોના ચેકપોસ્ટ ઉભી કરી છે, ત્યારે અમદાવાદના અસારવા વોર્ડના બનેલી ચેક પોસ્ટ પર ચોંકાવનારા દૃશ્યો સામે આવ્યા છે. અહીં બાંધવામાં આવેલા મોટા મંડપ (doom) માં શાકભાજી વહેંચવાવાળા મિત્રો દ્વારા લારીઓ ઉભી રાખી દેવામાં આવી છે સાથે જ ડોમમાં શાકભાજી વેચાઇ રહ્યું છે અને શહેરીજનો ખરીદી પણ કરી રહ્યા છે.
એક તરફ કોરોનાને મહાત આપવાની વાતો થઇ રહી છે, પરંતુ જે સ્થળ ઉપર મોટી સંખ્યામાં લોકો પોતાના કોરોના રિપોર્ટ કરાવતા હોય છે. તેવા સ્થળો પરથી આ પ્રકારે શાકભાજીનું વેચાણ કરાતા પ્રશાસન સામે પણ અનેક પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે સાથે જ શહેરમાં કોરોના સંક્રમણ પર કેવી રીતે કાબુ મેળવવો તે પણ ખૂબ જ મોટો પ્રશ્ન બની રહ્યો છે
જો કે, મંતવ્ય ન્યૂઝ દ્વારા આ મામલો ઉજાગર કરી લોકો અને ખાસ કરીને બેજવાબદાર તંત્રની સામે લાવતા અહેવાલનાં તતકાલ પડઘા પડ્યા હોય તેવી રીતે ફટાફટ તમામ શાકભાજી વેચનાર લોકોને ત્યાંથી ખસેડી દેવામાં આવ્યા હતા, પરંતુ પ્રશ્ન એ છે કે, શહેરમા આવા ડૂમ કેટલા ? જો જરુરીયાત નથી તો ડૂમને વિખેરી કેમ નાંખવામાં નથી આવતા ? આ ફ્રી પડી રહેલા નાહક ડૂમનો ચાર્જ કોના માથે? તંત્ર આ રીતે પ્રજાનાં પૈસા ક્યાં સુધી નાહક વેડફશે ?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
