હાલ ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર ચાલી રહ્યું છે . ગુજરાત વિધાનસભામાં આજે મહત્વનાં વિધેયકો સરકારશ્રી દ્રારા રજૂ કરવામા આવ્યા હતા. સરકાર દ્રારા રજૂ કરવામા આવેલ વિધેયકોમાં અમુક વિધેયકો પર હંગામો જોવા મળ્યો, તો અમુક વિધેયકો સર્વાનુમતે પસાર કરવામાં આવ્યા હતા. આ વિધેયકમાં અશાંતધારા વિધેયકનો સમાવેશ થાય કે જનસુખાકાર અર્થે આ વિધેયકને વિધાનસભામાં ભાજપ અને કોંગ્રેસનાં ધારાસભ્યો દ્રારા સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું છે.

અશાંતધારા વિધેયક મુદ્દે કેબીનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહે પોતાનાં નિવેદનમાં જણાવ્યું હતું કે અશાંત ધારામાં અનેક સુધારા સરકાર દ્વારા કરવામાં આવ્યા છે. કેટલાક લોકો અશાંતધારામાં રહેલી ખામીનો છટક બારી તરીકે ઉપયોગ કરી મિલકતની ખરીદી કરતા હતા. પરંતુ હવે નવા સુધારા બાદ કોઈ છટક બારી રહી નહીં. નવા સુધારેલા વિધેયક મુજબ મિલકતો ખરીદી પૂર્વે કલેકટરની મંજૂરી મેળવવી ફરજીયાત થઇ છે. સીટની રચના કરવામાં આવી છે. નવી જોગવાઇ મુજબ મ્યુ.કમિશ્નર, પો.કમિશ્નર અને કલેક્ટર નિર્ણય લેશે. ત્રણેય અધિકારીઓ પરામર્શ કરીને નિર્ણય લેશે. આ મમાલે અધિકારીની સુલભતા માટે સરકાર દ્વારા એડવાઇઝરી કમિટીની પણ નિમણૂક કરશે. અને કાયદાનો ભગં કરશે તો દંડ અને સજાની પણ જોગવાઇ કરવામા આવી છે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
