World News/ લાઈવ બ્રોડકાસ્ટમાં ઊંઘી ગયા ન્યૂઝ એન્કર; સોશિયલ મીડિયા પર મળ્યો જબરદસ્ત સપોર્ટ

અમેરિકાના ન્યૂઝ એન્કર (Anchor Sleeping) ડોમિનિક ડિલનનો લાઈવ શો દરમિયાન ઊંઘતો વીડિયો વાયરલ થયો છે. દર્શકોએ તેમને ટ્રોલ કરવાને બદલે દિલ જીતી લે તેવો સપોર્ટ આપ્યો છે. જાણો વિગત.

international Top Stories World
Anchor Sleeping

US News Anchor Dominick Dunne Sleeping Live TV: સોશિયલ મીડિયા પર અવારનવાર એવી ઘટનાઓ વાયરલ થતી હોય છે જ્યાં ટીવી એન્કર્સની નાની ભૂલ પર લોકો તેમને ટ્રોલ કરતા હોય છે. પરંતુ હાલમાં જ અમેરિકાના મેમ્ફિસ શહેરના એક ન્યૂઝ એન્કર સાથે બનેલી ઘટનાએ સોશિયલ મીડિયા પર ટ્રોલિંગની વ્યાખ્યા જ બદલી નાખી છે. લાઈવ બ્રોડકાસ્ટ દરમિયાન ઝોકું ખાનાર એન્કરને લોકો તરફથી જબરદસ્ત સમર્થન મળ્યું છે.

લાઈવ શો દરમિયાન શું બન્યું હતું?(Anchor Sleeping)

અમેરિકાના મેમ્ફિસમાં WMC-TV પર પ્રસારિત થતા ‘ગુડ મોર્નિંગ મેમ્ફિસ’ શોની હોસ્ટ અને એન્કર(Anchor Sleeping) ડોમિનિક ડિલન લાઈવ બ્રોડકાસ્ટ કરી રહી હતી. એક રિપોર્ટ પૂરો થયા બાદ અચાનક કેમેરો ન્યૂઝ રૂમ તરફ પાછો ફર્યો. સ્ટુડિયોમાં કેમેરો પહોંચતાની સાથે જ ડોમિનિક ડિલન થોડી સેકન્ડ માટે આંખો બંધ કરીને આરામ કરતી નજરે પડી. તેમને અંદાજ નહોતો કે રિપોર્ટ આટલો વહેલો પૂરો થઈ જશે અને કેમેરો તરત તેમના પર આવી જશે.

Anchor Sleeping

સોશિયલ મીડિયા પર ટ્રોલિંગ નહીં, સમર્થન મળ્યું

સામાન્ય રીતે આવી ભૂલો પર સોશિયલ મીડિયા પર મજાક ઉડતી હોય છે, પરંતુ આ વખતે દર્શકોએ સમજદારી દાખવી. મોટી સંખ્યામાં યુઝર્સે ડોમિનિકનું સમર્થન કરતા કહ્યું કે સવારની શિફ્ટ અને અસામાન્ય કલાકોમાં કામ કરવું ખૂબ મુશ્કેલ હોય છે.

અનેક મહિલાઓ અને વર્કિંગ મધર્સે આગળ આવીને જણાવ્યું કે નાના બાળકોની સંભાળ અને નોકરી બંને એક સાથે સંભાળવું અત્યંત પડકારજનક છે, તેથી થાક લાગવો સ્વાભાવિક છે.

એન્કરનો રમુજી અંદાજ અને પ્રોડક્શન પર સવાલો

આ મામલો વાયરલ થયા બાદ ડોમિનિક ડિલને(Anchor Sleeping)તેને ગંભીરતાથી લેવાને બદલે હસવામાં લીધો. તેમણે સોશિયલ મીડિયા પર મજાકિયા અંદાજમાં એક ફોટો શેર કર્યો, જેમાં તેમના કો-એન્કરે પણ સાથ આપ્યો હતો. કેટલાક યુઝર્સે પ્રોડક્શન ટીમની ભૂલ ગણાવતા કહ્યું કે કેમેરા ઓપરેટરે આવી ક્ષણોને ઓન-એર બતાવવાનું ટાળવું જોઈતું હતું.


આ પણ વાંચો:મોરક્કોથી હજારો પ્રવાસીઓની ઘૂસખોરીથી સ્પેનમાં કટોકટી; જાણો સમગ્ર ઘટના

આ પણ વાંચો:ઇજિપ્તમાં ભૂકંપના આંચકાથી ધ્રુજી ધરા; રિક્ટર સ્કેલ પર 5.4 રહી તીવ્રતા

આ પણ વાંચો:ઇન્ડોનેશિયામાં ફેરીમાં આગ લાગતા 5નાં મોત, 41 લાપતા; રેસ્ક્યુ ઓપરેશન ચાલુ