National News/ મોરક્કોથી હજારો પ્રવાસીઓની ઘૂસખોરીથી સ્પેનમાં કટોકટી; જાણો સમગ્ર ઘટના

સ્પેનના(Spain) સ્યૂટા શહેરમાં મોરક્કોથી હજારો ગેરકાયદે પ્રવાસીઓના પ્રવેશથી ગંભીર કટોકટી સર્જાઈ છે. આ ઘટનામાં 67 લોકોના મોત થયા છે અને સુરક્ષા માટે સેના તૈનાત કરવામાં આવી છે.

Top Stories international World
Spain

Spain Ceuta Migrant Crisis: સ્પેનનું સ્યૂટા શહેર હાલમાં વૈશ્વિક સ્તરે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. આફ્રિકાના ઉત્તરમાં આવેલા સ્પેસના સ્યૂટા શહેરમાં અચાનક પડોશી દેશ મોરક્કોથી હજારો ગેરકાયદે પ્રવાસીઓ દરિયા અને જમીન માર્ગે ઘૂસી આવ્યા છે, જેના કારણે ભારે ગંભીર કટોકટી સર્જાઈ છે. સ્પેન સરકારના જણાવ્યા અનુસાર આ ઘટનામાં મૃત્યુ પામનાર લોકોની સંખ્યા વધીને 67 થઈ ગઈ છે.

અચાનક થયેલી ઘૂસખોરી અને ભયાનક દ્રશ્યો

માત્ર 84 હજારની કુલ વસ્તી ધરાવતા આ શહેરમાં અચાનક 60 હજારથી વધુ ગેરકાયદે પ્રવાસીઓ આવી પહોંચ્યા, જે કુલ વસ્તીના 70 ટકાથી વધુ છે.

લોકો દરિયામાં તુંબડી કે ફ્લોટિંગ ટ્યુબ પકડીને તેમજ નાવ દ્વારા સરહદ પાર કરવાના પ્રયાસો કરતા નજરે પડ્યા હતા.

પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સ્પેન સરકારને શહેરમાં લશ્કર (સેના) તૈનાત કરવી પડી હતી અને સુરક્ષા બળોએ ભીડને રોકવા માટે હવાઈ ફાયરિંગ પણ કરવું પડ્યું હતું.

Spain

વર્તમાન સ્થિતિ અને સરકારી પગલાં

એક અધિકારીના જણાવ્યા મુજબ અંદાજે 37 હજાર લોકો પોતાની મેળે મોરક્કો પાછા ફરી ચૂક્યા છે, જ્યારે હજુ પણ હજારો લોકો (જેમાં આશરે 7 હજાર સગીરો અને બાળકો સામેલ છે) ખુલ્લામાં અને ફૂટપાથ પર રહેવા મજબૂર છે.

આ પ્રકારની ઘટનાઓ રોકવા માટે સ્પેન(Spain) સરકારે દરિયાઈ સરહદ પર નવો બ્લોકર બેરિયર (બ્રેકવોટર ફેન્સિંગ) લગાવવાની જાહેરાત કરી છે.

Spain ના સ્યૂટા શહેરની ભૌગોલિક સ્થિતિ

સ્યૂટા શહેર ચારેય બાજુથી મોરક્કોથી ઘેરાયેલું છે, પરંતુ અહીં શાસન સ્પેનનું(Spain) ચાલે છે. યુરોપિયન યુનિયનનો ભાગ હોવાને કારણે સારી જિંદગીની આશામાં લોકો અહીં ગેરકાયદે પ્રવેશવાનો પ્રયાસ કરતા રહે છે. સ્પેન(Spain) અને મોરક્કો વચ્ચે સૌથી ઓછી દરિયાઈ અંતર માત્ર 14 કિલોમીટર જેટલું જ છે. અદાલતના એક જૂના આદેશને લઈને ફેલાયેલી અફવાઓ બાદ આ વિશાળ ભીડ સરહદ પાર કરીને અંદર ઘૂસી આવી હતી, જેના કારણે હવે માનવાધિકારો અને સુરક્ષાને લઈને મોટા સવાલો ઉભા થઈ રહ્યા છે.


આ પણ વાંચો:સેઉટામાં હજારો સ્થળાંતરકારોની ઘૂસણખોરી બાદ સ્પેને ઉતાર્યા ટેંક, યુરોપમાં વધ્યો સુરક્ષાનો ખતરો

આ પણ વાંચો:યુરોપ પહોંચવાના પ્રયાસમાં મોટી દુર્ઘટના: મોરોક્કોના 18 પ્રવાસીઓના મોત, સરહદ પર મચી નાસભાગ

આ પણ વાંચો:યુરોપમાં ગરમીનો કહેર, ફ્રાન્સમાં 1,000થી વધુ મોત