Ahmedabad News: અમદાવાદ શહેર ભાજપ સંગઠન સાથે જોડાયેલો એક વિવાદ સામે આવ્યો છે. પશ્ચિમ અમદાવાદના એક વોર્ડના ભાજપ (Gujarat BJP Controversy) મહામંત્રી સામે મહિલાને અશ્લીલ મેસેજ મોકલવાના આક્ષેપો થયા છે. આ મામલે પક્ષ સ્તરે કાર્યવાહી કરવામાં આવી હોવાની ચર્ચા ચાલી રહી છે. મળતી માહિતી મુજબ, આ મામલો સામે આવ્યા બાદ સંગઠનના આગેવાનો સુધી વાત પહોંચી હતી અને સંબંધિત પદાધિકારી પાસેથી રાજીનામું લેવામાં આવ્યું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
Gujarat BJP Controversy: મહિલાને મેસેજ મોકલ્યાનો આક્ષેપ
સૂત્રોના જણાવ્યા અનુસાર, અમદાવાદ પશ્ચિમ વિસ્તારના એક વોર્ડમાં મહત્વના હોદ્દા પર રહેલા ભાજપ (Gujarat BJP Controversy) કાર્યકર દ્વારા એક મહિલાને મોબાઈલ પર વાંધાજનક મેસેજ મોકલવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે અગાઉ પણ ચેતવણી આપવામાં આવી હોવાની ચર્ચા છે. ત્યારબાદ ફરી એક વખત સમાન પ્રકારની ફરિયાદ સામે આવતા વિવાદ વધુ વકર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
અન્ય મહિલાઓને પણ મેસેજ કર્યાની ફરિયાદની ચર્ચા
આક્ષેપ મુજબ, સંબંધિત નેતા દ્વારા અન્ય મહિલાઓને પણ આવા પ્રકારના મેસેજ કરવામાં આવતા હોવાની ફરિયાદો સંગઠન સુધી પહોંચી હતી. જોકે, સમગ્ર મામલે હજુ સુધી કોઈ સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાઈ હોવાની માહિતી સામે આવી નથી.
વિવાદ બાદ સંગઠન સ્તરે પગલાં
સૂત્રોના જણાવ્યા અનુસાર, મામલો ગંભીર બન્યા બાદ ભાજપ (Gujarat BJP Controversy)ના સ્થાનિક અને ઉચ્ચ નેતાઓએ હસ્તક્ષેપ કર્યો હતો. સંબંધિત પદાધિકારી પાસેથી રાજીનામું લેવામાં આવ્યું હોવાની અને હવે પક્ષના કાર્યક્રમોથી દૂર રહેવા સૂચના આપવામાં આવી હોવાની ચર્ચા છે. આ ઉપરાંત વોર્ડ સ્તરની જવાબદારીઓથી પણ દૂર રાખવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
જાહેરમાં માફી માંગ્યાની ચર્ચા
મળતી માહિતી પ્રમાણે, વિવાદ બાદ સંબંધિત નેતાએ માફી માંગી હોવાની પણ ચર્ચા છે. સંગઠનના આગેવાનોની મધ્યસ્થી બાદ મામલો શાંત પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
સત્તાવાર પુષ્ટિની રાહ
હાલ સમગ્ર મામલે પક્ષ તરફથી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. તેમજ આક્ષેપો અંગે પણ અંતિમ સત્ય તપાસ બાદ જ સ્પષ્ટ થશે.
આ પણ વાંચો:ભાજપ નેતા રમેશ બિધુડીનું વિવાદિત નિવેદન; પીએમ મોદીએ પ્રદર્શનકારી વિદ્યાર્થીઓને કર્યા માફ
આ પણ વાંચો:સુરત લાફકાંડ બાદ હવે નવો વિવાદ, ભાજપ નેતાએ કરી જાહેરમાં કેક કાપી ઉજવણી
આ પણ વાંચો:ભાવનગરના ભાજપના નેતા યોગેશ બદાણીની પોસ્ટથી વિવાદ સર્જાયો
