સુરતના પીવીએસ શર્મા પર ઇડી દ્વારા વેધક કાર્યવાહી કરવામાં આવતા શર્માના ફ્લેટ, શોપ, પ્લોટ, FD ટાંચમાં લેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, પીવીએસ શર્માની 2.70 કરોડની પ્રોપર્ટી ED દ્વારા ટાંચમાં લેવામાં આવી છે. આપને જણાવી દઇએ કે, પીવીએસ શર્મા એક પૂર્વ IT ઓફિસર છે અને સંકેત મીડિયા પ્રાઇવેટ લીમિટેડનાં ડાયરેક્ટર છે.

ઉલ્લેખનીય છે કે, ઘોડદોડ રોડ સ્થિત કલામંદિર જ્વેલર્સ દ્વારા નોટબંધી વખતે મની લોન્ડરીંગ કર્યાના આક્ષેપ કરનાર શહેર ભાજપ ઉપ – પ્રમુખ પીવીએસ શર્માના ઘરે બે મહિના પહેલા ઈટીની રેડ પડી હતી. જેમાં આઈટીના અધિકારીઓ સામે પીવીએસ શર્માએ મૌલિક અધિકારોના હનન થયાના આક્ષેપ સાથે ધરણાં પ્રદર્શન કર્યાં હતાં. બાદમાં આઈટીના અધિકારીઓએ તપાસ શરૂ રાખી હતી. અંતે કેટલાક ડોક્યુમેન્ટ અધિકારીઓ સાથે લઈ ગયા હતાં. અધિકારીઓ બે ઠેલામાં દસ્તાવેજોની સાથે સાથે પીવીએસ શર્મા અને તેમના પુત્રને પણ સાથે લઈ ગયા છે. જેથી તેમની અલગ અલગ પૂછપરછ થઈ શકે. પીવીએસ શર્માના ઘરની સાથે તેના CAની ઓફિસ સહિત કુલ 10 જગ્યા પર સર્ચની કામગીરી આઈટીના અધિકારીઓ દ્વારા કરવામાં આવી હતી.

આપને જણાવી દઇએ કે, પીવીએસ વિવાદિત આઈટી ઓફિસર છે, ચોરેલા ડોક્યુમેન્ટ ટ્વીટર પર મુક્યા હતા,જે ગુનાહિત કાર્ય છે. પર્સનલ ફાયદા અને પ્રસિધ્ધી માટે વિવાદ ઉભો કરાયો હોવાની વાત વિદિત છે. IT રેડમાં સીઝ કરેલા ફ્લેટ, શોપ, પ્લોટ, FD હાલ ED દ્વારા ટાંચમાં લેવામાં આવી છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
