Alert!/ ડાર્ક વેબ પર ડેટા લીક! આટલા કરોડ ક્રેડિટ-ડેબિટ કાર્ડનો ડેટા હોવાનો દાવો

ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરતા ગ્રાહકો માટે ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. ચેતીને રહે જો…! સાયબર સુરક્ષા ક્ષેત્રના એક રિસર્ચરે કરેલાં દાવા અનુસાર ડાર્ક વેબ પર દેશના 10 કરોડ યુઝર્સના ડેબિટ અને ક્રેડિટ કાર્ડનો ડેટા બેરોકટોક વેચવામાં આવી રહ્યો છે.

Top Stories Mantavya Vishesh

ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરતા ગ્રાહકો માટે ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. ચેતીને રહે જો…! સાયબર સુરક્ષા ક્ષેત્રના એક રિસર્ચરે કરેલાં દાવા અનુસાર ડાર્ક વેબ પર દેશના 10 કરોડ યુઝર્સના ડેબિટ અને ક્રેડિટ કાર્ડનો ડેટા બેરોકટોક વેચવામાં આવી રહ્યો છે.

New Debit/Credit Card Rules Come Into Effect From March 16: Here's Everything You Should Know - Goodreturns

ડાર્ક વેબ પર ડેટા લીક!
10 કરોડ યુઝર્સનો મહત્વનો ડેટા લીક
ડાર્ક વેબ પર વેચાતો મળવાનો દાવો
ક્રેડિટ-ડેબિટ કાર્ડનો ડેટા હોવાનો દાવો
Juspay નાં સર્વર પરથી ડેટા થયો લીક
ક્રિપ્ટો કરન્સીથી વેચાઇ રહ્યો છે ડેટા

દેશના કરોડો યુઝર્સ કે જેઓ ડિજીટલ પેમેન્ટ કરવામાં માને છે અને મોટાભાગના ટ્રાન્ઝેક્શન ઓનલાઈન કરે છે તેમના માટે ચિંતાજનક સમાચાર છે. સાયબર સિક્યોરિટી એક્સપર્ટ રાજશેખર રાજહરિયાએ કરેલા દાવા પ્રમાણે ડાર્કવેબ પર દેશના 10 કરોડ જેટલાં ક્રેડિટ અને ડેબિટ કાર્ડનો ડેટા વેચવામાં આવી રહ્યો છે. આ ડેટામાં યુઝર્સના નામ તેમના મોબાઇલ નંબર, તેમની આવક, ઇમેલ આઈડી, અને પાન સહિતની વિગતો છે. ક્રેડિટ અને ડેબિટ કાર્ડના પ્રથમ અને અંતિમ ચાર નંબર પણ વેચવામાં આવી રહ્યાં છે. તેમણે ટ્વીટર એકાઉન્ટ પર તેનો એક સ્ક્રીન શોટ પણ શેર કર્યો છે.

Surat / પૂર્વ IT ઓફિસર પીવીએસ શર્માની 2.70 કોરોડની પ્રોપર્ટી EDએ લીધ…

The Dark Web is A Garage Sale With Your Information – Frank on Fraud

ડાર્ક વેબ પર ડેટા લીક! 
Juspayએ ડેટા લીકનો કર્યો સ્વીકાર
જો કે ક્રિટિકલ ડેટા ન હોવાનું કહ્યું
ડેટાની સંખ્યા પણ ઓછી હોવાનું કહ્યું
રિસર્ચર રાજશેખરે ગણાવ્યો ગંભીર ખતરો
અધૂરા ડેટાનો હેકર્સ કરી શકે છે ઉપયોગ

ડિજિટલ પેમેન્ટ ક્ષેત્રે સક્રિય કંપની Juspayએ પોતાના સર્વરથી ડેટાલીક થયાનો સ્વીકાર કર્યો છે. જો કે Juspayએ કહ્યું છે કે કંપનીના સર્વર સુધી પહોંચવાની કોશિશ ઓગસ્ટમાં જ થઇ હતી. જેને તુંરત રોકી લેવામાં આવી હતી. ડેટાલીક થયો છે પણ એ બહુ ક્રિટિકલ નથી. લીક થયેલાં ડેટામાં કેટલાંક ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર જ છે. આ તરફ રિસર્ચર રાજશેખરે સ્ક્રીન શોટ મુકીને દાવો કર્યો છે કે લીક થનારો ડેટા ગંભીર છે અને તેની મદદથી હેકર્સ કેટલીક મહત્વની માહિતી એકઠી કરી શકે છે જેનાથી લાખો એકાઉન્ટ પર ખતરો ઉભો થઇ શકે છે. મહત્વનું છે કે ગુગલ કે બિંગ જેવા બ્રાઉઝરને બદલે સાવ અજાણ્યાં બ્રાઉઝિંગ ઓપ્શનથી છૂપી રીતે ઈન્ટરનેટ સર્ફ કરવું એને ડાર્ક વેબ કહે છે. જ્યાં આવી ગેરકાયદેસર પ્રવૃતિઓ ચાલતી હોય છે. હવે બંને પક્ષના દાવામાં સત્ય જે હોય તે પણ લોકોની મહેનતથી કમાયેલી મૂડી પર હેકર્સનો ડોળો છે એમ કહેવું અતિશયોક્તિ નહીં ગણાય.

Political / સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી : ભાજપ અને કોંગ્રેસ બન્ને માટે એક …

The Market That Will Sell You A $20,000 Bank Loan For $30

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…