જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકાના વિભાજનની તૈયારીઓ સરકાર દ્વારા હાથ ધરાઈ છે. જેમાં ચોરવાડને તાલુકો બનાવવાનો દરજજો અપાય તેવી ગતિવિધિ સામે વિરોધ નો વંટોળ ઉઠ્યો છે.
માળીયા તાલુકાની હદ વિસ્તારમાં ૬૮ જેટલા ગામડાઓનો સમાવેશ થાય છે જેમાંથી ૩૮ ગ્રામ પંચાયત ખોરાસા ગીર ને તાલુકા મથક બનાવાય તેવી માંગણીઓ કરી રહ્યા છે. જેમાં સંમેલન દરમ્યાન તમામ લોકોનો એક સૂર ઉઠ્યો હતો. મોટાભાગની ગ્રામ પંચાયતોમાં વિરોધના સુર ઉઠ્યા છે.
જૂનાગઢ ના માળીયા તાલુકા ને વિભાજીત કરી નવો ચોરવાડ તાલુકા ની રચના અંગે સરકાર ની ગતિવિધિ સામે મોટાભાગ ની ગ્રામ પંચાયતો માં વિરોધના સુર ઉઠ્યા છે. ખોરાસા ગીર ખાતે 30 થી વધુ ગામ ના જવાબદાર લોકોનું અગત્ય નું સંમેલન યોજાયુ હતું. વિભાજીત તાલુકાનું મથક ખોરાસા ગામે બનાવવા પ્રબળ લોકમાંગ. આ સંમેલનમાં ઉઠવા પામી છે. જેમાં સરકાર ના નિર્ણય અંગે ચર્ચા બાદ સર્વસંમતિ થી સરકાર માં રજુઆત સાથે લડત ની રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે.
તાલુકા મથક તરીકે ખોરાસા ગામને પસંદ કરવામાં આવે તે માટે વિશાળ સંમેલન યોજાયું હતું. ખોરાસા ૧૮ હજારની વસ્તી ધરાતું ગામ છે. જેમાં દરરોજ બે હજારથી વધુ લોકો આવ-જા કરે છે. ત્યારે ચોરવાડ તાલુકામાં સમાવેશ થનારા તમામ ગામોને સૌથી નજીક ખોરાસા ગીર થાય છે અને હાઈવે ગામ હોવાથી તમામ લોકોને પુરતી સુવિધાઓ મળી રહે તેમ છે.જ્યારે સરકાર લોકો ની સુખાકારી માટે તાલુકા વિભાજન નો નિર્ણય લેતી હોય ત્યારે જો વિભાજીત તાલુકાનું ખોરાસા ગામે તાલુકા મથક બનાવાય તે લોકહિત માં હોવાનું સર્વાનુમતે નક્કી કરાયું છે.
ખોરાસા ગામથી વિભાજીત તાલુકાના તમામ ગામોને મધ્ય હોવાથી વધુમાં વધુ 20 કી.મીના અંતરે જ તાલુકા મથકે લોકો પહોંચી શકે છે. ઉપરાંત ખોરાસા ગામે વિભાજીત તાલુકા મથકની કચેરી માટે રોડ ટચ વિશાળ સરકારી જમીન પણ ઉપલબ્ધ છે. આમ દરેક સ્તરે ખોરાસા ગામ ને તાલુકા નું મથક બનાવાય તેમ હોઇ જેથી સરકાર આ બાબતે વિશાળ જન સમુદાય માં નિર્ણય લે તેવી માંગ કરાઈ રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
