Tapi News/ તાપીમાં ખનીજ માફિયાઓ પર તંત્રનો મોટો પ્રહાર: સુલવાડામાં 2.50 કરોડનો મુદ્દામાલ જપ્ત

તાપી જિલ્લાના નિઝર તાલુકાના સુલવાડા ગામે ભૂસ્તર વિભાગ અને સુરત ફ્લાઈંગ સ્ક્વોડે સંયુક્ત ઓપરેશન કરીને ગેરકાયદેસર રેતી ખનન (Illegal Sand Mining) સામે મોટી કાર્યવાહી કરી છે. રેડ દરમિયાન 9 ડમ્પર, હિટાચી મશીન, ટ્રેક્ટર અને નાવડી સહિત આશરે 2.50 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

Top Stories Gujarat Others
Illegal Sand Mining :મધરાતે ત્રાટક્યું તંત્ર! સુલવાડામાં 9 ડમ્પર, હિટાચી અને નાવડી જપ્ત

Tapi News: તાપી જિલ્લાના નિઝર તાલુકાના સુલવાડા ગામે ગેરકાયદેસર રેતી ખનન (Illegal Sand Mining) કરતા તત્વો સામે ભૂસ્તર વિભાગ અને સુરત ફ્લાઈંગ સ્ક્વોડે સંયુક્ત કાર્યવાહી હાથ ધરી હતી. મધરાતે યોજાયેલા ગુપ્ત ઓપરેશન દરમિયાન તંત્રએ અંદાજે 2.50 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને ખનીજ માફિયાઓને મોટો ઝટકો આપ્યો છે.

ગુપ્ત બાતમીના આધારે મધરાતે ત્રાટક્યું તંત્ર

તાપી નદીના પટમાં લાંબા સમયથી ગેરકાયદેસર રેતી ખનન (Illegal Sand Mining )ની પ્રવૃત્તિઓ ચાલી રહી હોવાની ફરિયાદો ઉચ્ચ સ્તર સુધી પહોંચી હતી. સ્થાનિક સ્તરે માહિતી લીક થવાની શક્યતાઓને ધ્યાનમાં રાખી આ વખતે ઓપરેશનની જવાબદારી સુરત ફ્લાઈંગ સ્ક્વોડને સોંપવામાં આવી હતી.ગઈ રાત્રે સુરત ખાણ વિભાગ અને તાપી ભૂસ્તર વિભાગની સંયુક્ત ટીમે ગુપ્ત આયોજન સાથે સુલવાડા ગામની સીમમાં દરોડો પાડ્યો હતો.

Illegal Sand Mining: નદીના પટમાં ચાલતું હતું ગેરકાયદેસર ખનન

અધિકારીઓ જ્યારે સ્થળ પર પહોંચ્યા ત્યારે નદીના પટમાં ભારે મશીનરી વડે રેતી ખોદકામ ચાલી રહ્યું હોવાનું સામે આવ્યું હતું. રાત્રિના અંધકારમાં લાઈટોની વ્યવસ્થા કરીને હિટાચી મશીન વડે રેતી કાઢવામાં આવી રહી હતી. આ ઉપરાંત નદીના ઊંડા પાણીમાંથી રેતી ઉપાડવા માટે મોટી નાવડીનો પણ ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું હતું. તંત્રની ટીમ પહોંચતા જ સ્થળ પર હાજર લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી.

9 ડમ્પર, હિટાચી અને નાવડી સહિતનો મુદ્દામાલ સીઝ

કાર્યવાહી દરમિયાન તંત્રએ સ્થળ પરથી રેતી ભરેલા 9 ડમ્પર, એક હિટાચી મશીન, ટ્રેક્ટર અને નદીમાં ઉપયોગમાં લેવાતી નાવડી સહિતનો તમામ મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પ્રાથમિક અંદાજ મુજબ જપ્ત કરાયેલા સાધનો અને વાહનોની કુલ કિંમત આશરે 2.50 કરોડ રૂપિયા હોવાનું જાણવા મળ્યું છે. તમામ વાહનોને સરકારી કસ્ટડીમાં ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

FIR અને કરોડોના દંડની તૈયારી

અધિકારીઓ દ્વારા ગેરકાયદેસર ખનન (Illegal Sand Mining) સાથે સંકળાયેલા માલિકો અને સંચાલકોની ઓળખ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. રોયલ્ટી ચોરી, ખનીજ નિયમોના ભંગ અને પર્યાવરણને નુકસાન પહોંચાડવાના ગુનાઓ હેઠળ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ સંબંધિત લોકો સામે FIR નોંધવા ઉપરાંત કરોડો રૂપિયાનો દંડ ફટકારવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી રહી છે.

ખનીજ માફિયાઓમાં ફફડાટ

આ કાર્યવાહીને કારણે વિસ્તારમાં સક્રિય ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. તંત્ર દ્વારા આગામી દિવસોમાં પણ ગેરકાયદેસર ખનન સામે સતત અભિયાન ચાલુ રાખવાની તૈયારી દર્શાવવામાં આવી છે.


આ પણ વાંચો:સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓએ ખોદેલી ખાણોએ યુવકનો જીવ લીધો

આ પણ વાંચો:કચ્છમાં ખનીજ માફિયાઓ પર સપાટો! ગઢશીશાની સીમમાં ચાલતી બેન્ટોનાઇટ ચોરી પર LCB નો દરોડો

આ પણ વાંચો:પંચમહાલમાં ખનીજ માફિયાઓની ‘રેકી’નો પર્દાફાશ