વડોદરા ખાતે એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેલમાં સજા કાપી રહેલા પ્ત્ની અને પુત્રને જેલ સત્તાવાળા તરફથી મૃતકની અંતિમ વિધી માટે જામીન ના આપવામાં આવતા પરિવારજનો રોષે ભરાયા હતા. અને એવું કર્યું કે આખું તંત્ર દોડતું થઇ ગયું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરા સેન્ટ્રલ જેલની બહાર લાશ સાથે કેટલાક લોકો પહોંચતા થોડા સમય માટે સ્થિતિ વણસી હતી. જો કે પછી ખબર પડી કે જે વ્યક્તિની લાશ લઈ લોકો જેલ બહાર પહોંચ્યા હતા તે વ્યક્તિની પત્ની અને દિકરો વડોદરા સેન્ટ્રલ જેલમાં સજા કાપી રહ્યા છે.
સુરેન્દ્રનગરના વઢવાણના રવજીભાઈનું મોત થતાં તેમના પરિવારજનોએ વડોદરા સેન્ટ્રલ જેલના સત્તાધીશોને મૃતકના દિકરા અને પત્નીને ધાર્મિક વિધિ માટે જામીન આપવા વિનંતિ કરી હતી. જો કે જેલ સત્તાધીશોએ માગણી ન સ્વીકારતા ગ્રામજનોએ રોષે ભરાઈ રવજીભાઈની લાશ સાથે જેલ પહોંચ્યા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
