Gujarat/ કર્મચારીઓને પડતી મુશ્કેલીઓના નિવારણ માટે ઓચિંતી મુલાકાત લેતા રાઘવજી પટેલ

ગાંધીનગર ખાતે કાર્યરત કચેરીઓની કૃષિમંત્રી રાઘવજી પટેલે આજ રોજ ઓચિંતી મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તમામ અધિકારી-કર્મચારીઓ નિયમિતતા…

Gujarat
Raghavji Patel Surprise

Raghavji Patel Surprise: કૃષિ વિભાગ હસ્તકની કચેરીઓના કર્મચારીઓને પડતી મુશ્કેલીઓના નિવારણ તથા તેમને પ્રોત્સાહિત કરવા કૃષિ ભવન, ગાંધીનગર ખાતે કાર્યરત કચેરીઓની કૃષિમંત્રી રાઘવજી પટેલે આજ રોજ ઓચિંતી મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તમામ અધિકારી-કર્મચારીઓ નિયમિતતા અને પૂરી ક્ષમતા સાથે સંનિષ્ઠ પ્રયાસો થકી ખેડૂત કલ્યાણની યોજનાઓના લાભો સત્વરે મળી રહે તે માટે ખાતાના વડાઓને સૂચના આપી હતી. તેમજ કાર્યાલય અને ફિલ્ડ કચેરીઓ વચ્ચેનું અંતર ઘટાડીને સતત ઉત્તમ કામગીરી થકી ઉત્તમ પરિણામો મેળવવાના પ્રયાસ સતત ચાલુ રહેશે તેમ તેમણે જણાવ્યું હતું.

આ મુલાકાત વેળાએ કૃષિ ભવન ખાતે આવેલ ખાતાના વડાની કચેરીઓ કૃષિ નિયામકની કચેરી, બગાયત નિયામકની કચેરી, પશુપાલન નિયામકની કચેરી, ગુજરાત કૃષિ યુનિવર્સિટી કાઉન્સીલ અને પશુધન વિકાસ બોર્ડની ઓચિંતી મુલાકાત લીધી હતી. અને કચેરીમાં હાજર અને ગેરહાજર કર્મચારીઓની વિગતો મેળવી તેમજ તમામ કચેરીઓની ઓફિસની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. ખાતાના વડાની કચેરીઓમાં આવેલ કર્મચારીઓ માટેની પ્રાથમિક સુવિધાઓની જાણકારી મેળવી અને વધુ યોગ્ય સુવિધાઓ માટે સૂચનો કર્યા હતા. કચેરીમાં નિયમિત આવતાં કર્મચારીઓને પ્રોત્સાહન આપ્યું તેમજ તમામ કર્મચારીઓ કચેરીમાં સમયસર હાજરી આપી તેમની પૂરી ક્ષમતાથી પ્રજાના પ્રશ્નોને વાચા આપવા સતત કામગીરી કરે તે માટે ખાતાના વડાઓને સૂચનાઓ આપી હતી.

ખાતાના વડાની કચેરીઓની ઓચિંતી મુલાકાતનો તેમનો હેતુ કચેરીઓની કાર્યપદ્ધતિ જાણવાનો, કચેરીના વાતાવરણથી માહિતગાર થવાનો, કર્મનિષ્ઠ કર્મયોગીઓને પ્રોત્સાહિત કરવાનો તેમજ કર્મચારીઓને કામગીરીમાં અડચણરૂપ મુશ્કેલીઓ જાણવાનો હતો. આ મુલાકાત વેળાએ ખેતી નિયામક એમ. જે. સોલંકી, પશુપાલન નિયામક ફાલ્ગુની ઠાકર સહિત કૃષિ ભવન ખાતે કાર્યરત તમામ કચેરીઓના વડાઓએ ઉપસ્થિત રહી જરૂરી માહિતી પૂરી પાડી હતી.

આ પણ વાંચો: Tunisha sharma/કોણ છે શીઝાનની સિક્રેટ ગર્લફ્રેન્ડ? ચેટમાંથી ખુલ્યું રહસ્ય