Gir Somnath News/ પ્રોપર્ટી કાર્ડ કઢાવવા માટે 1 લાખની લાંચ લેતા ગીર સોમનાથનો સીનીયર સર્વેયર ઝડપાયો

ACBમાં ફરિયાદ નોંધાતા જાળ બિછાવી દબોચી લીધો

Gujarat

Gir Somnath News : પ્રોપર્ટી કાર્ડ કઢાવવા માટે એક વ્યક્તિ પાસેથી એક લાખ રૂપિયાની લાંચ લેતા ગીર સોમનાથના સીનીયર સર્વેયરની ACBના અધિકારીઓએ ધરપકડ કરી છે. આ કેસની વિગત મુજબ ગીર સોમનાથ જિલ્લાની એસ.એલ.આર કચેરીમાં ફરિયાદીએ પ્રોપર્ટીકાર્ડ કઢાવવા માટે પ્રમોલગેશનની અરજી આપી હતી.

જે અરજી મંજૂર કરવાની કાર્યવાહી કરવાના ગીર સોમનાથના ઈણાજ સ્થિત એસ.એલ.આર.કચેરીના સીનીયર સર્વેયર રાવત રામભાઈ સીસોદિયાએ ફરિયાદી પાસે રૂ.૧,૫૦,૦૦૦/- ની ગેરકાયદેસર લાંચની માંગણી કરી હતી.આ બાબતે રકઝકના અંતે સીસોદિયાએ રૂ.1,30,000 માં કામ કરી આપવાનું નક્કી કર્યું હતું.

જે પૈકી રૂ.1,00,000 આજરોજ ફરિયાદી પાસે મંગાવેલ અને બાકીના રૂ.30,000 પછીથી આપવાનું કહેલ.આમ, ફરીયાદ લાંચની રકમ આપવા માગતાં ન હોય ફરીયાદએ ગીર સોમનાથ એ.સી.બી.પો.સ્ટે.નો સંપર્ક કર્યો હતો. જેમાં આજ રોજ ફરીયાદીની ફરીયાદ આધારે એસ.એલ.આર.ઓફીસ, કલેક્ટર કચેરી બિલ્ડીંગ ખાતે લાંચના છટકાનું આયોજન કર્યું હતું. જેમાં સીનીયર સર્વેયર 1 લાખની લાંચ લેતા ઝડપાઈ ગયો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદ વી.એસ.હોસ્પિટલની બેદરકારી, મહિલાનો મૃતદેહ બદલાતા હોબાળો

આ પણ વાંચો:અમદાવાદ:વી.એસ. હોસ્પિટલ બહાર કોંગ્રેસનો દેખાવો

આ પણ વાંચો:તારક મહેતાના દેહનું દાન કરવામાં આવ્યુ, વી.એસ.હોસ્પિટલમાં મેડિકલ કોલેજમાં કરવામાં આવ્યું દાન