Not Set/ જામનગર/ મોંઘવારી મુદ્દે ગેસ સિલિન્ડર છાપેલા એપ્રન અને ડુંગળી-લસણના ઘરેણાં પહેરી વિરોઘ પ્રદર્શન

છેલ્લા કેટલાય સમયથી મોંઘવારીએ માઝા મૂકી છે. રોજીંદા વપરાશની ચીજ વસ્તુઓના ભાવ આસમાને પહોચ્યાં છે. ડુંગળી  અને લસણ જેવા શાકભાજીના ભાવ પણ રડાવી રહ્યા છે. તેમાં વળી નવા વર્ષની ભેટ સ્વરૂપ રાંધણ ગેસના ભાવમાં વધારો, ગૃહિણીને પડતા પર પાટા સમાન છે. જામનગર મહિલા કોંગ્રેસ દવારા વધેલી મોઘવારીને લઈને અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. જેમાં […]

Gujarat Others

છેલ્લા કેટલાય સમયથી મોંઘવારીએ માઝા મૂકી છે. રોજીંદા વપરાશની ચીજ વસ્તુઓના ભાવ આસમાને પહોચ્યાં છે. ડુંગળી  અને લસણ જેવા શાકભાજીના ભાવ પણ રડાવી રહ્યા છે. તેમાં વળી નવા વર્ષની ભેટ સ્વરૂપ રાંધણ ગેસના ભાવમાં વધારો, ગૃહિણીને પડતા પર પાટા સમાન છે.

જામનગર મહિલા કોંગ્રેસ દવારા વધેલી મોઘવારીને લઈને અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. જેમાં મહિલાઓ દ્વારા ગાળામાં સિલિન્ડર છાપેલા એપ્રન પહેરવામાં આવ્યા હતા. તો ડુંગળી-લસણના ઘરેણાં બનાવીને પહેરવામાં વાયા હતા. આમ જામનગર મહિલા કોંગ્રેસ દ્વારા એકદમ જુદા-જ પ્રકારે મોંઘવારીનો વિરોધ કરવામાં આવ્યો હતો. આ વિરોધ પ્રદર્શનમાં ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમ માડમ પણ જોડાયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.