Panchmahal News/ પંચમહાલમાં ખનીજ માફિયાઓની ‘રેકી’નો પર્દાફાશ

Mineral mafia ઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે એવા સંકેત મળી રહ્યા છે

Gujarat Others

Panchmahal News : પંચમહાલ જિલ્લામાં ખનીજ માફિયાઓ દ્વારા સરકારી અધિકારીઓની હલચલ પર નજર રાખવા માટે કરવામાં આવતી ‘રેકી’નો ચોંકાવનારો ખુલાસો થયો છે. જિલ્લામાં ‘બંકા’ નામનું એક વોટ્સએપ ગ્રુપ સામે આવ્યું છે, જેનો ઉપયોગ ખનીજ માફિયાઓ દ્વારા રેકી કરવા માટે થતો હોવાની માહિતી બહાર આવી છે.

જિલ્લામાં ‘બંકા’ નામનું એક વોટ્સએપ ગ્રુપ સામે આવ્યું

ખનીજ માફિયા (Mineral Mafia) ઓ દ્વારા આ વોટ્સએપ ગ્રુપમાં સરકારી અધિકારીઓની ગાડીઓની વિગતવાર માહિતી શેર કરવામાં આવતી હતી. અધિકારીઓ ક્યારે ઓફિસથી નીકળે છે, કયા રૂટ પરથી પસાર થાય છે અને કઈ દિશામાં જાય છે તેની ચોક્કસ વિગતો ગ્રુપમાં મૂકવામાં આવતી હતી. ગોધરા અને કાલોલ વિસ્તારના વિવિધ રૂટ અને લોકેશન અંગે ઓડિયો ક્લિપ્સ દ્વારા માહિતી વહેંચવામાં આવતી હોવાનો પણ ખુલાસો થયો છે.

ખનીજ માફિયા (Mineral Mafia) ઓ દ્વારા આ વોટ્સએપ ગ્રુપમાં સરકારી અધિકારીઓની ગાડીઓની વિગતવાર માહિતી શેર કરવામાં આવતી હતી

ખનીજ માફિયા (Mineral Mafia) ઓમેસેજ અને ઓડિયો ક્લિપ્સ દ્વારા માહિતી શેર કરતા હતા

ખાસ કરીને સમયની ચોક્કસ માહિતી મેસેજ અને ઓડિયો ક્લિપ્સ દ્વારા શેર કરીને ખનીજ માફિયા (મ) એ પોતાની ગેરકાયદે પ્રવૃત્તિઓને અંજામ આપતા હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર મામલાએ જિલ્લામાં કાયદો-વ્યવસ્થાને લઈને ગંભીર ચિંતાઓ ઊભી કરી છે.

સમગ્ર મામલાએ જિલ્લામાં કાયદો-વ્યવસ્થાને લઈને ગંભીર ચિંતાઓ ઊભી કરી છે

પ્રશાસન અને પોલીસ તંત્ર દ્વારા આ વોટ્સએપ ગ્રુપની તપાસ હાથ ધરવામાં આવી છે અને ખનીજ માફિયા (Mineral Mafia) ઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે એવા સંકેત મળી રહ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: જૂનાગઢના પૂર્વ સાંસદ અને તેમના પરિવારે કરોડોની ગૌચર જમીન પર દબાવી દીધી

આ પણ વાંચો: ડેરોલ ગામના બુબેન તળાવમાંથી સુજલામ સુફલામ યોજનાના નામે ગૌ-ચર જમીનમાંથી ગેરકાયદેખનન

આ પણ વાંચો: ગૌચર જમીનમાં ખોટી નોંધ મામલે 8 યુવાનોનો આત્મ વિલોપનનો પ્રયાસ, પોલીસે કરી એટકાયત