Ahmedabad News : બે વર્ષ બાદ મેટ્રો પ્રોજેક્ટનો પ્રથમ ફેઝનો સંપૂર્ણ રૂટ હવે શરૂ થશે. કેમ કે ઓકોબર 2022માં શરૂ થયેલ ફેજ 1 ના રૂટમાં થલતેજ થી થલતેજ ગામ રૂટનું કામ બાકી હતું. જમીન સંપાદન. કોર્ટ કેસ અને ટેક્નિકલ કારણસર કામમાં વિલંબ થયો હતો. જેને લઈને થલતેજના સ્થાનિકોને ઘણી અગવડતા પડી હતી. તો ખરાબ રસ્તા અને અન્ય સમસ્યાનો સામનો કરવો પડ્યો. અને હવે જ્યારે આ દોઢ કિમીના રૂટનું કામ પૂર્ણ થયુ છે અને હવે ડિસેમ્બર મિડલ સુધી ત્યાં મેટ્રો ટ્રેન શરૂ થવાની છે જેને લોકો આવકારી રહ્યા છે.સાથે જ 2036ની ઓલિમ્પિકને ધ્યાને રાખી થલતેજ ગામથી શીલજ, મનીપુર સુધી મેટ્રો લંબાવવાની યોજના પણ છે.
કેમ કે અમદાવાદ 2036માં ઓલેમ્પિકની તૈયારી કરી રહ્યું છે જેને લઈને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશને પણ વિસ્તરણ યોજના બનાવી છે. જેના ભાગરૂપે થલેતજ થી મનીપુર અને શીલજથી મોટેરા વાયા વૈષ્ણોદેવી, ચાંદખેડા રૂટને સમાવવાની તૈયારી છે. જયા થલતેજ ગામ ખાતે મેટ્રોનો રૂટ પૂરો થયા પછી તેને શીલજ ચાર રસ્તા થઈ મનીપુર સુધી લંબાવવામાં આવશે.એ જ રીતે શીલજ ચાર રસ્તાથી એસપી રિંગરોડ થઈ બીજો રૂટ વાયા મોટેરા, વૈષ્ણોદેવી, ચાંદખેડાથી પસાર થશે.
થલતેજ ગામથી શિલજ સુધીનો રૂટ રેલવે લાઈનને સમાંતર નાખવાની યોજના છે. જેનાથી બોપલ, શેલા, ઘુમા જેવા વિસ્તારો પણ આવરી શકાશે. આ વિસ્તારના લોકોને મોટો ફાયદો થશે. તેમજ આવનાર ભવિષ્યમાં સ્પોર્ટ્સ વિલેજમાં મેટ્રોની પણ સારી સુવિધા મળી રહેશે.
આ પણ વાંચો: પાઘડીની ઇજ્જત રાખજો, ભાજપમાંથી સ્વરૂપજી ઠાકોરે સમાજને કરી વિનંતી
આ પણ વાંચો: વાવ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત અને ભાજપના સ્વરૂપજી ઠાકોરને મળી ટિકિટ
આ પણ વાંચો: ગેનીબેનને કહેજો કે હવે તો હદ હોય: ભૂરાજી ઠાકોર
