Banaskantha News: વાવ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાવા જઈ રહી છે. જેમાં ગેનીબેન ઠાકોર સાંસદ બન્યા બાદ વાવ વિધાનસભા બેઠક ખાલી પડી છે. જેના કારણે આ ચૂંટણી યોજાઈ રહી છે. પરંતુ હવે આ ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસ સંપૂર્ણ તાકાત લગાવી રહ્યા છે.
ગેનીબેન ઠાકોરના કૌટુંબિક કાકા ભૂરાજી ઠાકોરને ભાજપ દ્વારા ટિકિટ આપવામાં આવી ન હોવાથી તેઓ ભાજપથી નારાજ હતા અને ત્યારબાદ તેમણે અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી હતી. પરંતુ આજે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો ત્યારે ભૂરાજીને મનાવવા આવેલા ભાજપના આગેવાનો સફળ રહ્યા હતા.
બાદમાં ગેનીબેનના કૌટુંબિક કાકા ભૂરાજી ઠાકોરે મહત્વનું નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કહ્યું કે કોંગ્રેસના આપણા આગેવાનને આપણા સમાજે જીતાડ્યા છે. સાથે જ તેઓ એવું પણ બોલ્યા કે એકવાર કે બે વાર નહીં ત્રણ વાર મામેરું ભર્યું છે. જેથી ગેનીબેનને કહેજો કે હવે તો હદ હોય.
હાલમાં ભાજપે વાવ વિધાનસભા બેઠક પરથી સ્વરૂપજી ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે. 2022માં સ્વરૂપજી ઠાકોરની હાર બાદ ભાજપે તેમનામાં વિશ્વાસ જાળવી રાખ્યો છે. તો ભૂરાજી ઠાકોરે પણ ગેનીબેન અંગે પોતાના નિવેદનમાં કહ્યું કે તમે કંઈ ખોટું નથી કહેતા પણ સ્વરૂપજી અમારા ભાઈ છે એટલે થોભી જાઓ.
ઉલ્લેખનીય છે કે વાવ વિધાનસભાની બેઠક પર સ્વરૂપજી ઠાકોરની સામે ગુલાબસિંહ રાજપૂતને કોંગ્રેસ તરફથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. બંને પાર્ટી વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળી રહ્યો છે. તેમાં પણ હવે ગેનીબેનની કૌટુંબિક કાકા ભૂરાજી ઠાકોર પણ ફરી ભાજપમાં જોડાઈ ગયા જે હાલ ચર્ચાનો મુદ્દો બની ગયો છે.
આ પણ વાંચો:ગેનીબેન ઠાકોરે વાવ ધારાસભ્ય પદેથી આપ્યું રાજીનામું, લોકસભા ચૂંટણીમાં ભવ્ય જીત મેળવી
આ પણ વાંચો:ગુજરાતમાં કોંગ્રેસની લાજ બચાવનાર ગેનીબેન ઠાકોરનો થયો ભવ્ય વિજય, ભાજપનું કલીન સ્વીપનું રોળાયું સ્વપ્ન
આ પણ વાંચો:બનાસકાંઠામાં ગેનીબેનનો પ્રચાર કરતા ગુલાબસિંહ રાજપૂત હાસ્યનું પાત્ર બન્યા
