Banaskantha News: ખાલી પડેલી વાવ વિધાનસભાની (Vav Assembly) પેટા ચૂંટણી (Bye-Election) માટે કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતનું નામ જાહેર કર્યુ છે. કોંગ્રેસ ઉમેદવારને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે ભાજપમાંથી સ્વરૂપજી ઠાકોરને ટિકિટ મળી છે.
બનાસકાંઠાની વાવ વિધાનસભાની પેટાચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે. =કોંગ્રેસે 4 ઉમેદવારો ગુલાબસિંહ રાજપૂત, ઠાકરશી રબારી, કે પી ગઢવી અને ભાવાજી ઠાકોરમાંથી કોઈ એકને ટિકિટ આપશે તેમ જણાઈ રહ્યું હતું ત્યારે આજે કોંગ્રેસ તરફથી સત્તાવાર નામની જાહેરાત થઈ છે. ધારાસભ્ય ગેનીબેન ઠાકોર સાંસદ બનતા વાવ વિધાનસભાની સીટ ખાલી પડી હતી, જેથી આગામી દિવસોમાં પેટાચૂંટણી કરવામાં આવશે.
ભાજપના વાવ બેઠકના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરને 2022માં વાવ બેઠક પરથી ગેનીબેન ઠાકોરે 15,601 મતોથી હરાવ્યા હતા. ઠાકોર સેનાના પ્રદેશ ઉપાધ્યક્ષ રહી ચૂકેલા સ્વરૂપજી ઠાકોર વાવ તાલુકાના બીયોક ગામના રહેવાસી છે. તેઓ 2019માં બનાસકાંઠા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે લોકસભાની ચૂંટણી લડ્યા હતા. તેમને 48,634 મત મળ્યા હતા.
આ પણ વાંચોઃગુજરાત હાઈકોર્ટનો આદેશ: તમામ બોટિંગ કરાવતી હોડીઓનું લાયસન્સ હોવું ફરજીયાત
આ પણ વાંચોઃનળ સરોવરમાં ચાલતા બોટિંગમાં સલામતીના કોઈપણ ધારાધોરણનું પાલન થતું નથીઃ ગુજરાત હાઇકોર્ટ
આ પણ વાંચોઃઅમદાવાદ રિવરફ્રન્ટ પર બોટિંગ હજી બંધ, પોલીસની NOC આપવામાં ઢીલી કામગીરી